ઝાલોદ લાયન્સ કલબ દ્વારા સેલ્બી હોસ્પિટલ નરોડા અને ધૂન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિસુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો

ઝાલોદ, ઝાલોદ નગર લાયન્સ કલબ દ્વારા સતત નગરમાં સેવાકીય ઝુંબેશ કરવામાં આવતી હોય છે. તે અન્વયે તારીખ 23-07-2023 રવિવારના રોજ લાયન્સ કલબ ઝાલોદ દ્વારા સેલ્બી હોસ્પિટલ નરોડા અને ધૂન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક ની:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વણકતળાઈ હનુમાનજી પાસે આવેલ લાયન્સ હોલમાં રાખવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિશ્ર્વ વિખ્યાત વિક્રમશાહની ટીમના ડોક્ટર ડો.પ્રતિક શાહ (સીનિયર જોઈન્ટ રિપ્લેસમેંટ), ડો.અનિલ સોલંકી (સીનિયર સ્વાઇન સર્જન) ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે સહયોગી ડોક્ટર તરીકે મહુલ ચંદાના (ઓર્થોપેડિક સર્જન), ડો.દિશા માળી (ફિજીયોથેરાપીસ્ટ) તરીકે સેવા આપી હતી. આ કેમ્પમાં ઘૂંટણમાં પીડા, ચાલવામાં તકલીફ, વા ની સમસ્યા, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, મગજની તકલીફ વિશે નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ 110 લોકોએ લીધો હતો.

લાયન્સ ક્લબ દ્વારા પર્યાવરણ બચાવોના ઉપક્રમે લાયન્સ કમ્પાઉન્ડમાં 250 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો જીવનમાં અનેક રીતે ઉપયોગી હોય છે. જેમકે, વૃક્ષ હવાને સુદ્ધ કરે છે, વૃક્ષ વરસાદ રૂપી પાણી લાવવામાં મદદ કરે છે, વૃક્ષ રૂપી બગીચો હોય તો બાળકો માટે સુંદર રમવાનું ઉત્તમ સ્થળ બની રહે છે, વૃક્ષ ધરતી તેમજ આજુબાજુના વાતાવરણની શોભા વધારે છે. આ ઉપરાંત વૃક્ષ રોપણ કરવાથી તેના બદલામાં વૃક્ષ સુંદર ફૂલો, જાત જાતના ફળો તેમજ માનવજાતને જરૂરી તમામ સામગ્રી વૃક્ષ પુરી પાડે છે. લાયન્સ ક્લબ દ્વારા આ પ્રોગ્રામ લાયન્સ પ્રમુખ લા.કૃષ્ણકાંત ખંડેલવાલની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતો. આ પ્રોગ્રામમાં લાયન્સ કલબના દરેક સભ્યો હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.