ગુજરાત જનરલ કામદાર એસોશીએસન દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર વધારવા માટે આવેદન આપ્યું

દાહોદ,ગુજરાત જનરલ કામદાર એસોસીએશન દ્વારા દાહોદ જીલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગાર વધારા મામલે દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

ગુજરાત જનરલ કામદાર એસોસીએશન દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીએ આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જીલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ જેવા કે, આશા ફેસીલીટર, આશા વર્કર તથા સ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા દશ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં હોવા છતાંય જેઓને નજીવો પગાર આપી વધુ કામગીરી કરાવવામાં આવતી હોવાના આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. વધુમાં જણાવ્યાં અનુસાર, જેથી આવા કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા તારીખ 22.09.2022 ના રોજ પરીપત્ર કરેલ છે કે, આશાવર્કરને 2500 રૂપીયા અને આશા ફેસીલીટરને 2000 રૂપીયાનો માસીક પગાર વધઝારો જાહેર કરેલ હોવા છતાંય આજદિન સુધી અમલ કરેલ ના હોવાથી કામગીરી પ્રમાણે વેતન આપવા ઘટતી કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યાં અનુસાર, લઘુત્તમ વેતન ધારા પ્રમાણે વેતન ચુકવવામાં આવે અને લઘુત્તમ વેતન દર પ્રમાણે અત્યાર સુધીનો આવેલો પગાર અને ધારા-ધોરણ મુજબ નક્કી થયેલ પગારનો તફાવત રકમ ચુવી આપવી, અગાઉ પણ આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું માટે આ મામલે સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણ કરવામાં આવી હતી.