દાહોદ ભીલ પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા મણીપુર ધટના સંદર્ભે રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન આપ્યું

દાહોદ, મણીપુરની ઘટના સંદર્ભે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી રજુઆત સાથે દાહોદ ભીલ પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ એક આવેદનપત્ર દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

મણીપુરની ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. આરોપીઓ દ્વારા મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેર માર્ગ પર ફેરવી સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે દેશના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગતરોજ આ મામલે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ગુજરાત બંધના એલાનને પગલે દાહોદ જીલ્લામાં તેની અસર જોવા મળી હતી. વેપારીઓએ પોતાના રોજગાર, ધંધા બંધ રાખી વિરોધ નોંધાંવ્યો હતો. ત્યારે આજરોજ દાહોદ ભીલ પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા મણીપુરના નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે મહિલાઓએ રેલી કાઢી હતી અને રેલી દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ભીલ પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધતું કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું.