હાલોલના પટલાવાવ-છાજ દિવાળી રોડ ઉપર એસ.ટી.બસ ઉપર પથ્થર મારો કરી લુંટના ગુન્હામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને પાવાગઢ ખાતે એલ.સી.બી.એ ઝડપ્યો

હાલોલ,હાલોલ તાલુકાના ટપલાવાવ થી છાજ દિવાળી જવાના રોડ ઉપર એસ.ટી.બસનુંં ટાયર પંચર કરી પથ્થર મારો કરી લુંટ કરવાના પાવાગઢ પોલીસ મથકના ગુન્હામાં 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને પાવાગઢ બસ સ્ટેશન પાસેથી એલ.સી.બી.પોલીસે ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ટપલાવાવ થી છાજ દિવાળી જવાના રસ્તા ઉપર 2012ના વર્ષમાં એસ.ટી.બસનુંં ટાયર પંચર કરી પથ્થર મારો કરી મુસાફરોમાં ભય ફેલાવી લુંટ કરાઈ હતી. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે રાજુભાઈ હિમસીંંગભાઈ ડામોર (રહે. છાયણ, તા. ચાંદલા, જાંબુઆ, એમ.પી.)નોંધાયેલ હોય અને 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજુ ડામોર પાવાગઢ દર્શન કરવા આવેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસ પાવાગઢ બસ સ્ટેશનમાં વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપવામાં આવ્યો.