ડાકોર યાત્રાધામ અધિક શ્રાવણમાં રવિવારના 50 હજારથી વધારે ભકતોએ દર્શન કર્યા

ડાકોર, દર ત્રણ વર્ષે આવતા અધિક માસનુ ખુબ જ મહત્વ હોય છે. જેમાં દરેક મંદિરોમાં મનોરથો કરવામાં આવે છે. જેના ભાગરૂપે ડાકોરમાં ભગવાન શ્રીજીને સનમુખદ માખણ ભરીને મટકીઓ મુકીને મટકી મનોરથ કરવામાં આવ્યો હતો.

અધિક મહિનાનો મહિમા કૃષ્ણ મંદિરમાં વિશેષ હોય છે. ડાકોર મંદિરમાં પણ અધિક મહિનામાં ઉત્સવનો મનોરથ કરવામાં આવે છે. જેમાં રવિવારના દિવસે મટકી મનોરથમાં 50 હજારથી વધુ ભકતો મંદિરમાં ઉમટી પડ્યા હતા. અધિક માસમાં રવિવારના દિવસે મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ માખણચોર મનોરથના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અધિક માસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ગોકુલમાં ભગવાન એ જે લીલાઓ કરી હતી તેમની એક લીલા માખણ ચોરી પોતાના સખા જોડે રહીને કરતા હતા ત્યારે રવિવારના રોજ ભગવાન સામે મટકીમાં માખણ ભરીને રાખ્યુ હતુ અને ડાકોર મંદિરમાં ભગવાન સમક્ષ મનોરથ કરવામાં આવ્યો હતો.