મેઘાલયના મુખ્યમંત્રી કોનોરાડ સંગમાની ઓફિસ પર ટોળાએ હુમલો કર્યો : પાંચ જવાનો ઘાયલ.

  • મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર ટોળાનો હુમલો
  • સેંકડો લોકોએ ઘેરી લીધી તેમની ઓફિસ
  • શિયાળુ રાજધાનીના મામલે ગારો હિલ્સ ગ્રુપનો એટેક 

નોર્થ ઈસ્ટના રાજ્યોમાં દિનપ્રતિદિન સ્થિતિ કથળતી જાય છે. મણિપુરમાં તો હિંસાની હોળી ખેલાઈ રહી છે ત્યાં હવે મેઘાલયમાં માથાકૂટ ઊભી થઈ છે અને સીધા મુખ્યમંત્રીના કાર્યાલય પર હુમલો કરાયો હતો સદનસીબે સીએમ બચી ગયા હતા. 

મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર હુમલો 
મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર સોમવારે સાંજે ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. સીએમ સંગમા સુરક્ષિત છે. તે હજી પણ તુરામાં તેની ઓફિસની અંદર છે. રિપોર્ટ મુજબ સેંકડો લોકોએ તેમની ઓફિસને ઘેરી લીધી છે. વાસ્તવમાં ગારો હિલ્સ સ્થિત સિવિલ સોસાયટી ગ્રુપ તુરામાં શિયાળુ રાજધાનીની માંગ કરી રહ્યું છે. આ અંગે લોકો ભૂખ હડતાલ પણ કરી રહ્યા છે.

ઓમાં 3 કલાકથી વધુ સમય સુધી આંદોલનકારી સંગઠનો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ હજારોની સંખ્યામાં લોકો સીએમઓ પાસે આવ્યા અને પથ્થરમારો શરૂ કરી દીધો. સીએમઓની બારીઓ પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વળતી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પાંચ પોલીસ જવાન ઘાયલ થયા છે.

કોનરાડ સંગમાએ ઘાયલ જવાનોની ખબર કાઢી 
ભીડે ગેટ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ખુદ સીએમ કોનરાડ સંગમાએ હિંસામાં ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓની સ્થિતિનો તાગ મેળવ્યો છે. તે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સીએમ સંગમાની ઘાયલ સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરતી તસવીર મીડિયામાં સામે આવી છે. ફોટોમાં જોઈ શકાય છે કે ઘાયલ સુરક્ષાકર્મીઓ જમીન પર જ બેઠા છે. મુખ્યમંત્રી સંગમા તેમની તબિયત વિશે પૂછતા જોવા મળી રહ્યા છે. 

મણિપુરમાં તો હિંસાની હોળી ચાલું છે

ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસાની હોળી ખેલાઈ રહી છે. કુકી અને મૈતઈ સમુદાય વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે ત્યાર બાદ હવે નોર્થ ઈસ્ટના બીજા રાજ્યમાં બબાલ મચી છે.