મોલમાં આવ્યું ઉકળતા પાણીનું ‘પૂર’ ! ૭૦ લોકો ઘૂંટણ સુધી દાઝયા

મોસ્કો, વિશ્ર્વમાં પૂર જેવી આફતોને કારણે લાખો લોકોએ વારંવાર જીવ ગુમાવ્યા છે. પરિવારનું પાણીમાં ડૂબવું ખૂબ જ દુ:ખની વાત છે, પરંતુ તમે ઉકળતા પાણીનું પૂર જોયું છે? હકીક્તમાં, તાજેતરમાં જ રશિયાના મોસ્કોમાં એક શોપિંગ સેન્ટરમાં આવું જ પૂર આવ્યું હતું. રશિયામાં મોસ્કોના શોપિંગ મોલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં ઉકળતા પાણીથી દાઝી જવાથી ચારના મોત થયા હતા. ઘટના દરમિયાન ચારેબાજુ હોબાળો મચી ગયો હતો અને લગભગ ૭૦ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ૫૦ લોકોની હાલત નાજુક છે. આ અચાનક પૂરના કારણે મોલમાં કુલ ૧૮ લોકો ફસાયા હતા.ઉકળતા પૂર કેવી રીતે આવ્યું મામલો વર્મેના ગોડા શોપિંગ સેન્ટરનો છે. એવું માનવામાં આવે છે કે ગરમ પાણીની પાઇપ અચાનક ફાટવાના કારણે આ પૂર આવ્યું હશે. આ મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

કેટલીક રશિયન ટેલિગ્રામ ચેનલો પર પોસ્ટ કરાયેલા વિડિયો ફૂટેજમાં કેન્દ્રના ફ્લોરથી કેટલાંક ઇંચ ઉપર પાણી ઊછળતું જોવા મળ્યું હતું. ક્લિપમાં જોવામાં આવ્યું હતું કે પાણી કેટલું ગરમ છે, ફ્લોરની છત સુધી વરાળ દેખાતી હતી. એક રશિયન સમાચાર આઉટલેટ દાવો કરે છે કે ઘણા લોકોએ પૂરના પાણીને સાફ કરવા માટે મોપ્સનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેઓ ઘૂંટણ સુધીના પાણીમાં ફસાઈ ગયા હતા અને તેમના પગ બળી ગયા હતા.

કેન્દ્રની બહારના ચિત્રોમાં ઈમરજન્સી સેવા કર્મચારીઓથી ભરેલી અનેક એમ્બ્યુલન્સ ઘાયલ લોકોને સારવાર માટે લઈ જતી દેખાઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, ફસાયેલા ૧૮ લોકો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રશિયન તપાસ સમિતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “સેવાઓની જોગવાઈ જે સલામતીની આવશ્યક્તાઓને પૂર્ણ કરતી નથી, જેના પરિણામે બેદરકારીને કારણે ૪ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા” ના આધારે ફોજદારી કેસ ખોલવામાં આવી રહ્યો હતો.

મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘વરમેના ગોડા શોપિંગ સેન્ટરમાં ગરમ પાણીની પાઈપ ફાટવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. શહેરની તમામ સેવાઓ, ઇમરજન્સી સિચ્યુએશન મંત્રાલય સ્થળ પર ઝડપથી કામ કરી રહ્યું છે.