
હાલોલ, હાલોલ તાલુકાના રવાલીયા ગામના સ.નં. 333 વાળી જમીનના વારસદારો વચ્ચે ઝગડાના સમાધાન માટે ભેગા થયેલ કુટુંબીજનો ઉપર પરિવારના યુવકે ખંજર વડે હુમલો કરતાં પાંચ ઈજાગ્રસ્તોને 108 અને ખાનગી વાહનો દ્વારા હાલોલ સારવાર માટે ખસેડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના રવાલીયા ગામના રે.સ.નં.333વાળી 7 વિધા જમીનમાં 6 પુત્રો વચ્ચે સરખા ભાગે વહેંચતા આ સર્વે નંબર માંથી પસાર થતા ડામર રોડમાંં કપાતા તમામ ભાઈઓના ભાગે એક વીધા જમીન આવેલ હ તી. આ જમીન પૈકીનો દયાભાઈ ગજાભાઈના ભાગે આવેલ એક વિધાના પટ્ટા માટે દયાભાઈના વારસદારો અને તેમના મોટાભાઈ કેશવભાઈના વારસદારો વચ્ચે ઝગડો ચાલતો હતો. દયાભાઈને વારસદારમાં ચાર દિકરીઓ હતી. તે પૈકી 1 દિકરીનું મોત થતાં તેમના પુત્ર અને ત્રણ દિકરીઓના પરિવારજનો ઝગડાના સમાધાન માટે આજે ભેગા થયા હતા. ગામના પંચો ભેગા મળવાના હોવાથી હરેશભાઈ સોંલંકીના ધરે ભેગા થયા હતા. ત્યારે દયાભાઈ સોલંકીના ચાર દિકરીઓ પૈકી હયાત દિકરીઓ ગંગાબેન દયાભાઈ, રંગાબેન દયાભાઈ, રમીલાબેન દયાભાઈ, મૃકત દિકરી નંદાબેન દયાભાઈના વારસદારો રમેશભાઈ તથા ગજાભાઈ સોલંકીના અન્ય પાંચ ભાઈઓ પૈકી મોટાભાઈ કેશવભાઈ સોલંકીના વારસદારો દયાભાઈના ભાગે આવેલા 1 વિધા જમીનના ઝગડા તેમના મોટાભાઈ કેશવભાઈને વેચાણ રાખેલ હોવાનું અને તેમના ભાગની હોવાનુંં વારસદારો જણાવી રહ્યા હતા. જ્યારે દયાભાઈની દિકરીઓ અમારા ભાગની છે અને અમારા બાપે કોઈને વેચી નથી. તેમ જણાવતા 1 વિધા માટે ઝગડો ચાલતો હતો. પંચો હાજર હતા ત્યારે કેશવભાઈ સોલંકીના વારસદારો તેના પ્રપોત્ર યોગી વિજયસિંહ સોલંકી તેના મામ સાથે બાઈક ઉપર આવ્યો હતો. તેના પિતા વિજયસિંહ, દાદા ઉદેસિંહ, રાહુલ જેસીંગભાઈ સોલંકી, ગોરધનભાઈ સોલંકી સાથે મળીને સમાધાન માટે આવેલ લોકો ઉપર ખંજર લઈ હુમલો કરતા પાંચ વ્યકિતઓને ઈજાઓ પહોંચાડી જમીનના ઝગડામાં ખંજર વડે હુમલો કરી ગજેન્દ્રસિંહ સોલંંકીને પેટના ભાગે ઈજાઓ કરી જ્યારે અર્જુનસિંહ, ધર્મેન્દ્રસિંહ, બળવંતસિંહ, ગણપતસિંહને ખંજર વડે ઈજાઓ કરી લોહી લુહાણ કરી તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહન દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.