મહીલા પોલીસ કર્મીના છાતી પર હાથ મુકી ધક્કો મારી ફરજમાં અડચણ ઉભુ કરવુ TTEને ભારે પડ્યું

  • અવધ એક્સપ્રેસમાં ઓન ડ્યુટી GRP મહિલા પોલીસ સાથે ગેરવર્તુણક કરતા TTE વિરૂદ્ધ ગુનો નોંધાયો.

દાહોદ,દાહોદ જીઆરપીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને ફરજ દરમિયાન ચાલુ ટ્રેનમાં ટીટી દ્વારા ગેર વર્તુંણક કરી છાતીના ભાગે ધક્કો મારી કાઢી મુકવાનો પ્રયાસ કરતા તે દરમિયાન મહિલા કર્મચારી દ્વારા મોબાઇલમાં ફોટો પાડતા તે દરમિયાન ઝપાઝપીમાં ટીટીએ મહિલા કર્મચારીનો મોબાઇલ ખેંચી મહિલા પોલીસ કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરતા મહિલા કર્મચારીએ દાહોદ જીઆરપી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યા નું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીઆરપી પોલીસમાં અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતી ગીતાબેન ફતાભાઇ પટેલીયા તા.21/07/2023 ના રોજલોકરક્ષક રીનાબેન રમેશભાઇ સાથે અમરનાથ યાત્રા ટ્રેન પેટ્રોલીંગની જમ્મુતાવી એક્સપ્રેસ ટ્રેનમાં મેઘનગરથી છાયાપુરી રેલ્વે સ્ટેશન સુધીની ફરજ પર જવાના હોવાથી તેઓ મેઘનગર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચવા માટે દાહોદ રેલ્વે સ્ટેશને થી અવધ એક્સટ્રેન ટ્રેનના કોચ નં.એ-2 માં ચઢ્યા હતા. ત્યારબાદ ટ્રેન રવાના થતા બંન્ને મહીલા પોલીસ કર્મચારી સ્લીપર કોચ બાજુ જતા હતા.તે સમયે ટ્રેનના એ.સી.કોમના ટી.ટી.ઇ.એ બંન્ને કર્મચારીઓને કહ્યું હતું કે પુછ્યા વગર એ.સી.કોચમાં કેમ ચડી ગયેલ છો અને ગેટ આઉટ કહી ઓન ડ્યુટી મહીલા પોલીસ કર્મી જોડે ખરાબ વર્તન કરી બોલાચાલી કરી ગીતાબેનના છાતી ઉપર હાથ નાખી કોચના કોરીડોરના દરવાજા પાસે ધક્કો મારી કાઢી મૂકતાં આ મામલો રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પહોંચતા તેઓએ GRPના પી.એસ.આઇ.એ બંન્ને મહિલા કર્મચારીઓને પૂછતા તેઓએ સમગ્ર હકીકતથી પીએસઆઇ ને વાકેફ કરતા પી.એસ.આઇએ ટી.ટી.ઇ.નું નામ તથા હેડક્વાર્ટર કર્યુ છે, તે જાણવા જણાવતા બંન્ને મહીલા કર્મચારીએ ટી.ટી.ઇ. પાસે જઇ તેનુ નામ ઠામ પુછતા તેઓએ પોતે પોતાનું નામ ‘સુમી’ જણાવી મહિલા કર્મચારીઓના મોબાઈલ છુટાવવાનો પ્રયાસ કરતા મોબાઈલ લેવા ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ ટીટીઇએ મોબાઈલ પાછો આપી દેતા બંને મહિલા પોલીસ કર્મીએ પોતાની ફરજ પૂરી કર્યા બાદ દાહોદ જીઆરપી પોલીસ મથકે TTE વિરૂદ્ધ ગુનો નોંધાવતા GRP પોલીસે TTE વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.