મુંબઇ, આજકાલ’ બિગ બોસઓટીટી’માં ઘણો હંગામો જોવા મળી રહ્યો છે. શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનારા સ્પર્ધકો એલ્વિશ યાદવ અને અવિનાશ સચદેવ વચ્ચે જોરદાર દલીલ થઈ હતી. એલ્વિશના ફેન્સે સોશિયલ મીડિયા પર અવિનાશને ખરું- ખોટું બોલવાનું શરૂ કર્યું.
હવે અવિનાશ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રમતને એક રમત તરીકે ગણવી જોઈએ. તમે તમારા મનપસંદ સ્પર્ધકને સમર્થન આપી શકો છો, પરંતુ તમે સમર્થનના નામે સીમા ઓળંગી શક્તા નથી.અવિનાશની ટીમે આ નિવેદન સાથે મુંબઈ સાયબર ક્રાઈમ અને શોના હોસ્ટ સલમાન ખાનને પણ ટેગ કર્યા છે.
કોઈને આઇડલ માનવું એ સારી વાત છે, પરંતુ કોઈ પણ એવું ઈચ્છતું નથી કે તેમના અનુયાયીઓ નફરત અને નકારાત્મક્તા ફેલાવે. આ કહેવાતા ફેન્સે તો તમામ હદ વટાવી દીધી છે. અવિનાશની નજીકના તમામ લોકોને વાહિયાત વાતો કહેવામાં આવી રહી છે.
બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રમતને રમત તરીકે ગણવી જોઈએ. સમજદાર વ્યક્તિ આ સમજી શકે છે. આપણે જાણીએ છીએ કે લોકોને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ આ બધું સામાન્ય નથી. જેને ટોક્સિસિટી કહેવાય છે. આ ભાવનાત્મક અને માનસિક સતામણી છે.
અમે જાણીએ છીએ કે જ્યારે પણ તમારું આઇડલ ઘરની બહાર નીકળે છે. આ બધું જોઈને તેમને પોતે સારું નહીં લાગે. જ્યારે તે જોશે કે તેમના ચાહકો સમર્થનના નામ પર કોઈ માટે આટલું ગંદું વિચારી શકે છે, તો તે પોતે ખૂબ નિરાશ થશે.
અવિનાશની ટીમે આ નિવેદન સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. તેમણે મુંબઈ સાયબર ક્રાઈમ અને શોના હોસ્ટ સલમાન ખાનને પણ ટેગ કર્યા છે.