પંચમહાલમાં વધુ ૩૨ પોઝીટીવ કેસ : ઓફ ધ રેકોર્ડ ગોધરામાં કોરોનાથી ૬ના મોત

  • ગોધરા-૧૧
  • હાલોલ-૫
  • ગોધરા ગ્રામ્ય – ૫
  • ધોધંબા – ૩
  • કાલોલ-૩
  • હાલોલ-૩
  • મોરવા(હ)-૩
  • સક્રિય દર્દીઓ-૨૭૨
  • રજા અપાઈ-૧૪

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમણના કેસમા વધારો આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. જીલ્લામાં આજરોજ ૩૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. તેની સાથે ૧૪ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે.

પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેર ધાતક અસર પહોંચાડી રહી છે. બીજા સ્ટેનમાં કોરોના સંક્રમણ ફેલાવાની ગતિ વધારે છે. પ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમાં પણ બીજા સ્ટેનના કોરોના સંક્રમણમાં મૃત્યુઆંક પણ અગાઉ કરતાં વધારે જણાય છે. દેશ સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાની બીજી લહેરના સંક્રમણની ચેન તોડવા માટે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના સુચન બાદ રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રી કરફયુ લાગુ કરવામાં આવ્યંું છે. પરંતુ આ એક ધોડા છુટીયા પછી તબેલાને તાળા મારવા જેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં રાજકીય પાર્ટીઓ જીત મેળવવા માટે લોકોના જીવ સાથે ખેલ ખેલવામાં આવ્યો હોય તેમ સભાઓમાં ભીડ એકઠી કરી પરિણામ સ્વરૂપ કોરોના મહામારી એ માથું ઉંચકીને એવો ઉછાળો માર્યો છે કે, સ્થિતી એક વર્ષ પહેલા કોરોનાની શરૂ આતની સ્થિતી કરતા બીજા સ્ટેનના કોરોનામાં સ્થિતી બખતર બની છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર બનતા પ્રયત્નો કરી રહી છે. આરોગ્ય વિભાગ પુરતા પ્રયાસ કરીને કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવા મહેનત કરે છે. ત્યારે એક સામાન્ય માણસ બનીને કોરોના સંક્રમણ થી બચવા માટે માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીએ તો કોરોના સંક્રમણ મહદઅંશે ધટી શકે છે. ત્યારે લોકો દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તબીબો, કોરોના વોરીયર્સના પ્રયાસોને બળ મળે તેવા હેતુ સાથે કોરોના સંક્રમણ ધટાડવા માસ્ક પહેરીએ તે જરૂરી છે.

પંચમહાલ જીલ્લામાં આજરોજ ૩૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જેમાં ગોધરા-૧૧, હાલોલ-૫ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્ય-૦૫, ધોધંબા-૩, હાલોલ- ૩, કાલોલ-૩ અને મોરવા(હ)-૩ કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે. આજરોજ ૧૪ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં રજા અપાઈ છે. જ્યારે હાલ સક્રિય દર્દીની સંખ્યા ૨૭૧ નોંધાવા પામી છે.

ગોધરામાં ૬ જેટલી વ્યકિતના કોરોનામાં મોત

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં કોરોના સંક્રમણે અજગરી ભરડો લીધો છે અને બીજા સ્ટેનના કોરોના ધાતક અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. જીલ્લા સહિત ગોધરા શહેરમાં પ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનામાં ગોધરા શહેર કે જીલ્લામાં આજરોજ એક પણ મૃત્યુઆંક ન હોવાનું કાગળ ઉપર દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ગોધરા શહેરના હિન્દુ સ્મશાનગૃહ ખાતે મૃતદેહ અંતિમક્રિયા કરતા જોવા મળ્યા આજરોજ સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવાતા જોવા મળ્યા હતાં. જીલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રના કોરોના મહામારીમાં જે રીતે પંચમહાલ જીલ્લા અને ગોધરામાં સબ સલામતના દાવાઓ કરાઈ રહ્યા છે. તેની વચ્ચે ગોધરાની હિન્દુ સ્મશાન ઘાટ તેમજ કબ્રસ્તાન થી સ્થિતી કંઈક અલગ લાગી રહી છે. બીજા સ્ટેનના કોરોના સંક્રમણ જે રીતે ભરડો લઈને જીવલેણ બની રહ્યો છે. ત્યારે લોકો કોરોના અંગે જાગૃતા કેળવીને માસ્કનો ઉપયોગ કરે તે જરૂરી છે.