કુરૂક્ષેત્ર, હરિયાણાનાં કુરૂક્ષેત્રનાં જજ દ્વારા એવો ઘટસ્ફોટ કરાયો છે કે ચેક બાઉન્સનાં કેસમાં લાંબી મુદત પાડી દેવા માટે બે કેન્દ્રીય મંત્રીઓનાં સ્ટાફ દ્વારા વારંવાર ફોન કરાયા હતા ઉપરાંત ટેકસ્ટ મેસેજ મોકલીને અદાલત પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કુરૂક્ષેત્રનાં એડીશ્ર્નલ સેસન્સ જજ આશુકુમારે ૬ જુલાઈના જયુડીશ્યલ ઓર્ડરમાં આ કિસ્સો વર્ણવ્યો હતો અને સબંધીત પક્ષકારોને ભવિષ્યમાં આવુ દબાણ સર્જવાનો પ્રયત્ન નહિં કરવાની ચેતવણી આપી હતી. અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવાનું સ્પષ્ટ કર્યું હતું.
આ ચુકાદાની નકલ ડીસ્ટ્રીકટ જજને પણ જાણ અર્થે તથા યોગ્ય પગલા લેવા માટે મોકલવામાં આવી હતી. આ સમગ્ર કેસ શ્યામ ઓવરસીઝ તથા હરીયાણા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો હતો જેમાં શ્યામલાલ, બીનાદેવી તથા મોહીત ગર્વે નેગોશીયેએબલ ઈન્સ્ટૂમેન્ટ એકટના કાયદાની કલમ ૧૩૮ હેઠળ દોષિત ઠરાવતા ચુકાદા સામે અપીલ કરી હતી.
આર્બીટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી સ્ટે માંગતી અરજી ૧લી જુને કરવામાં આવી હતી. જજ દ્વારા અરજી ફગાવીને અદાલતી કાર્યવાહી પર પ્રભાવ પાડવાના પ્રયાસનો ખુલાસો કર્યો હતો. જે નંબરો પરથી ફોન આવ્યા હતા તે મોબાઈલ નંબર પણ જાહેર કર્યા હતા. જજે ચુકાદામાં જ જણાવ્યું હતું કે આ કેસમાં લાંબી મુદત નાખવા માટે કેન્દ્રીય પ્રધાનોનાં નામે જુદા જુદા મોબાઈલ નંબરો પરથી પક્ષકારે ફોન કર્યા હતા.
૨૮ જુને એક મહિલાનો ફોન આવ્યો હતો. અને પોતાને કેન્દ્રીય ફૂડ પ્રોસેસીંગ પ્રધાનની પર્સનલ સેક્રેટરી તરીકેની ઓળખ આપી હતી. કેસમાં લાંબી મુદત નાખવા વિનંતી કરી હતી. કોર્ટે કેસનાં મેરીટ મુજબ ચુકાદો આપશે તેવુ સ્પષ્ટ કરી દેવાયું હતું. ત્યારબાદ ૧ જુલાઈએ ફરી કેન્દ્રીય કાયદા મંત્રીનાં પર્સનલ સેક્રેટરી તરીકે ઓળખ આપીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને કેસમાં લાંબી મુદત નાખવાની માંગ કરી હતી.
તેમને પણ કોર્ટે કાર્યવાહી ભલામણનાં આધારે ચાલતી ન હોવાનું કહી દેવાયું હતું. ૬ જુલાઈએ ચુકાદાને દિવસ પણ અનેક કોલ આવ્યા હતા. ફોન રીસીન કર્યો તો મોબાઈલ એસએમએસ કરાયા હતા તેમાં પણ કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલનાં નામે ભલામણ કરી ફોન નંબર બ્લોક કરતા અન્ય નંબર પરથી ફોન આવવા લાગ્યા હતા.
અદાલતી કાર્યવાહીમાં પ્રભાવ પાડવાના પ્રયાસનાં ખુલાસા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું કે ઓફીસમાંથી કયારેય કોઈ જજને ફોન કરવાની પ્રથા જ નથી. આ પ્રકરણ સાથે મારી ઓફીસને કાંઈ લાગતુ વળગતુ નથી આવો કોઈ કાર્યવાહી સ્ટાફમાં પણ નથી. ફૂડ પ્રોસેસીંગ મંત્રી પશુપતીકુમાર પારસે પણ કહ્યું કે પોતાના સ્ટાફમાં કોઈ મહિલા જ નથી.