ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચમાં કેટલાક બબાલના દ્રશ્યો જોવા મળ્યા

મુંબઇ, ભારત-પાકિસ્તાનની મેચ પર દરેક રમતપ્રેમીઓની નજર હોય છે. તે રમત ભલે હોકીની હોય કે ફૂટબોલની, જૂનિયરની હોય કે સીનીયર ટીમની. ભારત-પાકિસ્તાનની દરેક મેચ રોમાંચક હોય છે. પણ હવે ક્રિકેટમાં ભારત-બાંગ્લાદેશની મેચ પણ એક્શન, રિએક્શન અને ડ્રામાથી ભરપૂર હોય છે. હાલમાં ઇમેજિંગ એશિયા કપની ફાઈનલ મેચમાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા હતા.

મેદાન પર બે ટીમના ખેલાડીઓ વચ્ચેની ટક્કરના દ્રશ્યો પહેલા સીનિયર ટીમની મેચમાં જ જોવા મળતા હતા. પણ હવે અંડર ૧૯ અને ઇમેજિંગ ટીમના ખેલાડીઓ વચ્ચે પણ બબાલના દૃશ્યો જોવા મળે છે. હાલમાં ઇમેજિંગ એશિયા કપની બીજી સેમિફાઈનલ મેચમાં ઈન્ડિયા એ અને બાંગ્લાદેશ એના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

ભારતીય ટીમના ખેલાડીઓએ પોતાના ટેલેન્ટ, પ્રદર્શન અને મનૌવૈજ્ઞાનિક અસર નાંખીને આ મેચ જીતી હતી. ભારતી સ્પિનર યુવરાજસિંહ ડોડિયાની ઓવરમાં સૌમ્ય સરકારનો શાનદાર કેચ નિકિન જોસે પકડ્યો હતો. જેની ઉજવણી ભારતીય ખેલાડીઓએ શાનદાર રીતે કરી હતી. ઊજવણી સમયે સૌમ્ય સરકારની પાસેથી એક ભારતીય ખેલાડી પસાર થયો હતો. જેના કારણે બાંગ્લાદેશી ખેલાડી ગુસ્સે ભરાયો હતો. ભારતીય ખેલાડી હર્ષિત રાણા અને બાંગ્લાદેશી ખેલાડી સૌમ્ય સરકાર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. અમ્પાયરે વચ્ચે પડીને આ મામલો શાંત કર્યો હતો.

કોલંબોંમાં ૨૧ જુલાઈ, શુક્રવારે આ મેચ રમાઈ હતી. બાંગ્લાદેશની ટીમે બોલિંગ અને બેટિંગમાં શાનદાર શરુઆત કરી, પણ ભૂલોને કારણે મેચમાં હાર મળી હતી. આ જીતના કારણે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે. ૨૩ જુલાઈના રવિવારના દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમ ટાઈટલ જીતવા માટે મેદાન પર ઉતરશે.

પ્રથમ સેમિફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવી પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે બીજી સેમિફાઈનલમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને ૨૧૧ રન બનાવ્યા હતા. તેની સામે બાંગ્લાદેશની ટીમ ૧૬૦ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. ભારતીય ટીમે ૫૧ રનથી મેચ જીતીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.