મુંબઇ, અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે ત્રિનિદાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૨૧ રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ૭૬મી સદી હતી. કોહલીની સદી પર તેની પત્ની અનુષ્કા શર્માએ પ્રતિક્રિયા આપી હતી. કોહલીએ સદી બાદ મેદાન પર વેડિંગ રિંગને ક્સિ કરી હતી. આ પછી અનુષ્કાએ કોહલીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પ્રતિક્રિયા આપી હતી.
કોહલીએ ત્રિનિદાદ ટેસ્ટના બીજા દિવસે સદી પૂરી કરી હતી. તેણે ૨૦૬ બોલનો સામનો કરીને ૧૨૧ રન બનાવ્યા હતા. કોહલીની ઇનિંગમાં ૧૧ ચોગ્ગા સામેલ હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની ઉજવણીની તસવીરો શેર કરી છે. કોહલીએ સદી બાદ સાથી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પછી તેણે તેના ગળામાં પહેરેલી લગ્નની વીંટી કાઢી અને તેને ચુંબન કર્યું. કોહલીની સદી પર તેની પત્ની અનુષ્કાએ પ્રતિક્રિયા આપી હતી. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોહલીની તસવીર શેર કરીને હાર્ટ ઈમોજી બનાવી છે.
મહત્વપૂર્ણ છે કે આ સદીની મદદથી કોહલીએ ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી હતી. તે પોતાની કારકિર્દીની ૫૦૦મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર વિશ્ર્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. વિરાટે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ૧૨મી સદી ફટકારી હતી. ૫૦૦મી ટેસ્ટ સુધી સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલીએ સચિનને પાછળ છોડી દીધો છે. સચિને ૫૦૦ મેચમાં ૭૫ સદી ફટકારી હતી. જ્યારે કોહલીએ ૭૬ સદી ફટકારી હતી.