નવીદિલ્હી, આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. આજની સુનાવણી દરમિયાન, સુપ્રીમે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, સંવાદ લેખકને ૨૭ જુલાઈના રોજ વ્યક્તિગત હાજરી માટે સમન્સ જારી કર્યા હતા. યાસીન મલિકની અંગત હાજરી પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, હવે ચાર અઠવાડિયા પછી થશે સુનાવણી.
આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓ સામે વિવિધ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસો પર સ્ટે મુકવાનો પણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ૨૭ જુલાઈએ ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને સંવાદ લેખક સમક્ષ હાજર થવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ સાથે આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓ તરફથી વિવિધ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસને ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી.
વાસ્તવમાં, અલ્હાબાદ હાઈકોર્ટે ફિલ્મ આદિપુરુષમાં ધાર્મિક પાત્રોને ખોટી રીતે દર્શાવવા બદલ નિર્માતા, નિર્દેશક અને સંવાદ લેખકને ૨૭ જુલાઈએ રૂબરૂ હાજર થવા કહ્યું હતું. આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફિલ્મ પર પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે એક કમિટી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે આદિપુરુષ ઘણા સમયથી વિવાદમાં છે. આ ફિલ્મ ૧૬ જૂને રિલીઝ થઈ હતી, જેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન જોવા મળ્યા હતા. આ ફિલ્મ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવે ત્યાં સુધી માંગણી કરવામાં આવી હતી.વિવાદ વયા બાદ મેર્ક્સે ફિલ્મના ડાયલોગ બદલવાનો નિર્ણય કર્યો હતો.