મુંબઈ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર સામે ભત્રીજા અજિત પવારે બળવો કરીને પાર્ટીનું વિભાજન કર્યું હતું. મહારાષ્ટ્ર એનસીપીમાં ભાગલા બાદ શિંદે અને ફડણવીસ જૂથને ટેકો આપ્યો હતો. જોકે, નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના ૧૪ દિવસમાં નાણા મંત્રાલય પણ લીધું હતું, ત્યાર બાદ અજિત પવાર બે-ત્રણ વખત કાકા શરદ પવારને મળ્યા હતા, ત્યારે તાજેતરમાં નાગાલેન્ડમાંથી શરદ પવારના જૂથને ફટકો પડ્યો છે.
એનસીપી અજિત પવાર જૂથના રાષ્ટ્રીય પ્રવક્તા બ્રિજમોહન શ્રીવાસ્તવે જણાવ્યું કે નાગાલેન્ડના પ્રદેશ પ્રમુખ વાંથુંગ ઓડિયો દિલ્હી આવ્યા હતા અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને સાંસદ અને મહારાષ્ટ્રના પ્રમુખ સુનિલ તટકરેને મળ્યા અને નાગાલેન્ડ એનસીપીના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે ૭ વિધાનભ્ય સહિત તમામ પદાધિકારીઓને સમર્થનનું સોગંદનામું પણ આપ્યું હતું. આના પર પ્રફુલ્લ પટેલે આશ્ર્વાસન આપ્યું હતું કે તેઓ પાર્ટીને મજબૂત કરવાના તેમના પ્રયાસોમાં તેમનો સાથ મળવાને કારણે વધુ પ્રોત્સાહન મળશે. પ્રફુલ્લ પટેલે નાગાલેન્ડની રાજ્ય કારોબારી અને જિલ્લા એકમોને પણ પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખવા સૂચના આપી છે.
પ્રવક્તા બ્રિજમોહન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે નાગાલેન્ડ નેશનાલિસ્ટ પાર્ટીની સમગ્ર રાજ્ય કારોબારી અને જિલ્લાઓના પદાધિકારીઓએ ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે કે તેઓ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં કામ કરશે. નાગાલેન્ડ એનસીપીએ પ્રમુખ વાન્થુંગ ઓડિયોને આ નિર્ણય વિશે રાષ્ટ્રીય નેતૃત્વને જાણ કરવા માટે અધિકૃત કર્યા છે