અમારા છોકરા કંઈ ૪ લાખના છે? પૈસા નથી જોઇતા પણ આરોપીને સજા આપો : મૃતકના પિતા

  • અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના કૃણાલના ઘરે શોકનો માહોલ
  • કૃણાલના પિતા નટુભાઇ કોડિયાએ ઠાલવી હૈયાવેદના
  • મૃતક કૃણાલના પિતા નટુભાઇએ તથ્ય માટે કરી સજા  માગ 
  • અમારે 4 લાખ રૂપિયાની સહાય નથી જોઇતી: નટુભાઇ
  • પૈસા નથી જોઇતા પણ આરોપીને સજા આપો: નટુભાઇ

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓના ઘરે શોકનો માહોલ છે. આ તરફ રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય કરવામાં આવી છે. જોકે હવે બોટાદના મૃતક કૃણાલના પિતાએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે, અમારા છોકરા કંઈ 4 લાખના છે? અમારે સહાય નથી જોઈતી. આ સાથે કહ્યું કે, પૈસા નથી જોઇતા પણ આરોપીને સજા આપો. 

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ હવે મૃતકોના ઘરે અને ગામ સહિત પંથકમાં શોકનો માહોલ છે. આ દર્દનાક અકસ્માતમાં બોટાદના 23 વર્ષીય કૃણાલ કોડિયાનું પણ નિધન થયું હતું. આ તરફ હવે પોતાના વહાલસોયા દીકરાના મોત બાદ તેના પિતા નટુભાઇ કોડિયાએ પોતાની હૈયાની વેદના ઠાલવી હતી. તેમણે કહ્યું કે, અમારે 4 લાખ રૂપિયાની સહાય નથી જોઇતી. અમારા છોકરા કંઈ 4 લાખના છે?  

મૃતક કૃણાલના પિતા નટુભાઇ કોડિયાએ કહ્યું કે, સરકારે 4 લાખની સહાય જાહેર કરી છે. અમારે સહાયના 4 લાખ રૂપિયા નથી જોઈતા. આ સાથે તેમણે ઉમેર્યું કે, અમારે 4 લાખ રૂપિયાની સહાય નથી જોઇતી પણ આરોપીને સજા આપો. તેમણે કહ્યું કે, અમારે છોકરાઓને મોટા કરી ભણાવીએ એટલે કરોડ રૂપિયાનો ખર્ચો થાય.  

અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે.