અર્જુન રામપાલ ૫૦ વર્ષની ઉંમરે ચોથા બાળકનો પિતા બન્યો, ગર્લફ્રેન્ડે બીજા પુત્રને જન્મ આપ્યો

બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલને 50 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બનવાની ખુશી મળી છે. અભિનેતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડે તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. અર્જુન અને ગેબ્રિએલા હંમેશા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન અને ગેબ્રિએલા લગ્ન વિના બીજી વખત પુત્રના માતા-પિતા બન્યા છે. અર્જુન અને તેની ગર્લફ્રેન્ડ માટે આ પળો ખૂબ જ ખાસ છે. નાના મહેમાનની બૂમો તેમના ઘરમાં ગુંજી રહી છે.

અર્જુન રામપાલ હવે એક નહિ પરંતુ 4 બાળકોનો પિતા બની ગયો છે. અર્જુને સોશિયલ મીડિયા પર આ ખુશીના સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. અભિનેતા પોતાના પુત્રના જન્મથી ખુબ ખુશ છે. અર્જુને એક વ્હાઈટ ટુવાલ પર હૈલો વર્લ્ડ લખ્યું છે. સાથે એક કાર્ટુન પણ બનાવ્યું છે. અભિનેતાએ પોતાના કેપ્શન દ્વારા પોતાના પરિવારમાં નાના મહેમાનનું સ્વાગત કર્યું છે.

અર્જુન રામપાલની પોસ્ટમાં લખ્યું કે, તેમણે તેના પરિવારમાં પુત્રનું સ્વાગત કર્યું છે.ગેબ્રિએલા ડેમેટ્રિએડ અને બાળક બંન્ને સ્વસ્થ છે, આ સાથે કેપ્શનમાં અભિનેતાએ ડોક્ટર અને નર્સની ટીમનો આભાર માન્યો છે, અર્જુને પોતાના ચાહકોને પ્રેમ માટે આભાર માન્યો છે.

જણાવી દઈએ કે અર્જુન અને ગેબ્રિએલાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. અર્જુનને પૂર્વ પત્ની મેહર જેસિયા, મહિકા રામપાલ અને માયરા રામપાલ સાથે બે પુત્રીઓ છે. દંપતી સત્તાવાર રીતે 2019 માં અલગ થઈ ગયા છે.

વર્કફ્રન્ટ પર, અર્જુન છેલ્લે કંગના રનૌતની સામે એક એક્શન ફિલ્મ ‘ધાકડ’માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી. આગામી મહિનામાં તે અબ્બાસ મસ્તાનની આગામી ફિલ્મ ‘પેન્ટહાઉસ’માં બોબી દેઓલ સાથે જોવા મળશે.