જર્મનીમાં પરિણીતોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની તૈયારી, અસમાનતા વધતી હોવાથી સરકારનો નિર્ણય

બર્લિન, જર્મનીમાં પરિણીત લોકોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની સરકારે તૈયારી કરી લીધી છે. ચાન્સેલર ઓલાફ શુલ્ઝની આગેવાની હેઠળની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસપીડી) ગઠબંધન સરકાર દ્વારા આ સંબંધમાં એક પ્રસ્તાવ પણ તૈયાર કરાયો છે. લગ્નના નામે આપવામાં આવતી આ સબસિડી કોઈ સારા કામમાં ખર્ચ કરી શકાય તેવી વિચારણા સરકાર કરી રહી છે. જર્મનીમાં આ કાયદા અંગે છેલ્લા ઘણા સમયથી ટીકાઓ કરવામાં આવી રહી છે.

ખરેખર, પરંપરાગત લિંગ ભૂમિકાઓને અયોગ્ય રીતે પ્રોત્સાહન આપવા માટે કાયદાની લાંબા સમયથી ટીકા કરવામાં આવી છે. ‘ઇએગાટનસ્પ્લિટિંગ’ અથવા ‘મેરિટલ સ્પ્લિટિંગ’ કહેવાથી આ વ્યવસ્થામાં એક દંપતીની કુલ આવક અડધી કરાય છે અને બે વાર ટેક્સ લાદવામાં આવે છે. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે આવકમાં જેટલો મોટો તફાવત હશે તેટલો ?ફાયદો ટેક્સમાં મળશે. કારણ કે જર્મનીમાં પુરુષો મહિલાઓ કરતાં ૧૮% વધુ કમાય છે.

આ કારણે પુરુષોને આ સિસ્ટમનો વધુ ફાયદો મળે છે. મેરિટલ સ્પ્લિટિંગની શરૂઆત ૧૯૫૮માં થઇ હતી ત્યારે ફેડરલ બંધારણીય અદાલતે ચુકાદો આપ્યો કે વર્તમાન કર પ્રણાલી પરિણીત લોકોને નુક્સાન પહોંચાડે છે. લગ્ન સાથે જોડાયેલી ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ ૧૯૮૧માં આવ્યો હતો.

જર્મન સરકાર પર ભારે દેવાનો બોજ છે. જ્યારે સરકાર આ સબસિડીમાં નવયુગલને ૩૧ અબજ (રૂ. ૨.૫૪ લાખ કરોડ) આપી રહી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે વિવાદિત નિર્ણય આપ્યો હતો કે વર્ષે૧.૫ લાખ યુરો (આશરે રૂ. ૧.૩૯ કરોડ) સુધીની કમાણી કરતા પરિવારોનાં માતા-પિતાને મળતું ભથ્થું ૨૦૨૪માં રદ કરાશે. હવે સત્તાધારી એસડીપીના નેતાઓ કહી રહ્યા છે કે તે ભથ્થાને બદલે પરિણીત લોકોને મળતી ટેક્સ છૂટને બંધ કરાશે.