સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરાછાપરી દરોડા બાદ LCB પોલીસ એક્શનમાં

  • દાહોદ એલસીબી પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી 2.37 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપ્યા.
  • દાહોદ જીલ્લામાં દારૂ જુગારના અડ્ડા પર એસએમસીની દરોડા જીલ્લા પોલીસ અધિક્ષકે સ્થાનીક પોલીસનો ઉઘડો લીધો.

દાહોદ, દાહોદ એલસીબી પોલીસે દાહોદ એ ડિવિઝન તેમજ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા પાંચ સ્થળે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1745 બોટલો મળી કુલ 2,37 લાખના મુદ્દામલ જપ્ત કરી કુલ પાંચ બુટલેગરો સામે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.

દાહોદ જીલ્લામાં તાજેતરમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂ તેમજ જુગારધામ ઝડપી પાડતા એક તરફ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતાં. તો બીજી તરફ દાહોદ જીલ્લામાં વિદેશી દારૂ તેમના જુગાર મામલે પોલીસ અધિક્ષકે એલસીબી પાસે પણ ક્રાઈમ કોન્ફરન્સમાં ખુલાસો માંગી ઉઘડો લીધો હતો. જે બાદ એક્શનમાં આવેલી એલસીબી પોલીસે રળીયાતી ખાતે ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ પડી હતી. જેમાં ભરત ફકીરા સાસીના રહેણાંક મકાન માંથી 169 બોટલો મળી 25.130 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તો તેની બાજુમાં ગીતાબેન રાયસીંગભાઇ સાંસીના ઘરમાં સંતાડેલી ભારતીય બનાવટની જુદાજુદા બ્રાન્ડની 169 બોટલો 27860 રૂપિયાનો દારૂ જપ્ત કરી બંને બુટલેગરોને જેલ ભેગા કર્યા હતા. ત્યારબાદ એલસીબી પોલીસે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનાસ ગામે દિનેશ શકરા કઠોતના રહેના અંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની 244 બોટલો મળી 28,822 નો દારૂ સાથે દિનેશ શકરા કઠોતને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એલસીબી પોલીસે હિમાલયા ગામના પરમાર ફળિયાના ગોદાવરી બેન મનુભાઈ પેલિયારના મકાનમાંથી ભારતીય બનાવટની 574 બોટલ મળી 74,002 રૂપિયાનો દારૂ સાથે ગોદાવરીબેન ને ઝડપી પાડી તેમનાં જ વિસ્તારમાં જગત કોયચંદ પેલિયાના મકાનમાંથી જુદા જુદા મારકાની 597 બોટલ મળી 81,750 રૂપિયાના દારૂ સાથે જગત કોયચંદ પેલિયાની અટકાયત કરી હતી.

આમ એલસીબી પોલીસે પાંચ જુદા જુદા વિસ્તાર માંથી 2,37,564 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે દારૂ નો વિપ્લવ કરનાર પાંચ બુટલેગરોને ઝડપી જેલ ભેગા કર્યા છે.