- સ્ટ્રીટ લાઇટ, સારા રોડ, તળાવ પર તરાપાની સુવિધા તેમજ રામસાગર તળાવ ખાતે ડસ્ટબિન મૂકવા માંગ કરાઈ.
ઝાલોદ, આગામી તારીખ 26-07-2023 મધ્ય રાત્રિ થી મદશામાંની મૂર્તિનું વિસર્જન રામસાગર તળાવ ખાતે કરવામાં આવનાર છે. ર્માં દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે ચારે બાજુના રસ્તાઓ પરથી ર્માં દશામાંના વિસર્જન માટે ભક્તો રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવા આવતા હોય છે. તેને લઈ નગરપાલિકા પાસે નગરના નાગરિકો દ્વારા સુંદર વ્યવસ્થા કરાય તેવી માંગ કરવામાં આવેલ છે. માઁ દશામાંના ભક્તો અમાસ થી દસ દિવસ સુધી પુરી ભક્તિભાવ તેમજ આસ્થા સાથે પૂજા અર્ચના કરતા હોય છે. તેથી માઁ દશામાંના ભક્તો માટે આવનાર વિસર્જનના ટાણે નગરપાલિકા દ્વારા વિવિધ ટુકડી બનાવી સુંદર વ્યવસ્થા પૂરી પાડે તેવુ નગરજનો ઈચ્છી રહ્યા છે.
નગરપાલિકા દ્વારા નગરના દરેક વિસ્તારોમાં વિસર્જન ટાણે ખાડાઓ ભરી રોડનું લેવલ કરે જેથી હાલ નગરમાં જે ખાડાઓ વધી ગયેલ છે. જેના લીધે દશામાંની મૂર્તિ લઈને જનાર ભક્તો ખાડામાં પગ પડવાથી પડીના જાય, નગરમાં અવારનવાર હાલ સ્ટ્રીટ લાઈટો અલગ અલગ વિસ્તારોમાં બંધ રહે છે, તો સ્ટ્રીટ લાઇટ નગરમાં ચાલુ રહે જેથી આવતા જતા ભક્તોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. નગરપાલિકા દ્વારા રામસાગર તળાવ પર વિસર્જન સમયે તરાપા સાથે તરવૈયાઓ એલર્ટ રહે તેમજ વિસર્જન ટાણે તળાવ પર મોટું ડસ્ટબિન મુકાવી તેમાં ફૂલહાર તેમજ મૂર્તિના વિસર્જન સિવાયની અન્ય સામગ્રી ડસ્ટબિનમાં નાખે તેથી રામસાગર તળાવ ગંદુના થાય. છેલ્લે સહુથી મહત્વની વાત રામસાગર તળાવની ચારેબાજુ ફોકસ લાઇટ મુકવામાં આવે તેવી મૌખિક માંગ નગરજનો દ્વારા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર પણ વિવિધ પોઇન્ટ બનાવી વિસર્જન કરનાર ભક્તોની સુવિધા માટે ખડે પગે એલર્ટ રહે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.