બેંક ઓફ બરોડાના 116માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે પંચમહાલ લીડ બેંક દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો

  • પંચમહાલ જીલ્લાના 47 લાભાર્થીઓને રૂ.3.20 કરોડની વ્યવસાયિક લોનના ચેક વિતરણ કરાયા.

ગોધરા, બેંક ઓફ બરોડાના 116માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જીલ્લાની લીડ બેંક દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન આરસેટી,બામરોલી રોડ, ગોધરા ખાતે કરાયું હતું. જેમાં જીલ્લાના 47 લાભાર્થીઓને રૂ.3.20 કરોડની રકમના વ્યવસાયિક લોનના ચેક વિતરણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી ઠાકુર દ્વારા ગ્રાહકોને બેન્કોમાં વિવિધ પ્રકારની લોન આપવા બાબતે માહિતી આપવામાં આવી હતી. બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અને તાલીમ બાબતે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે બેક ઓફ બરોડા ગોધરા ક્ષેત્રીય કાર્યાલયના ઉપક્ષેત્રીય પ્રબંધક ઠાકુર, મુખ્ય પ્રબંધક નીલેશભાઈ,લીડ ડીસ્ટ્રીક મેનેજર સત્યેન્દ્રકુમાર રાવ, નાબાર્ડ વિભાગમાંથી ડીડીએમ રાજેશભાઈ,આરસેટીના નિયામક દેવીદાસ દેશમુખ, ડીઆરડીએ અધિકારી તેમજ વિવિધ બેન્કોના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.