પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને જીલ્લા કક્ષાનો અન્ન(મિલેટ્સ) સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

  • મિલેટ્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મિલેટ મિશ્ર પાતરા,દ્વિતિય ક્રમે મિશ્ર હાંડવો અને તૃતિય ક્રમે બાજરી જુવારના મુઠીયાની વાનગી વિજેતા.
  • આપણી પેઢીને પરંપરાગત અન્ન તરફ વાળીને સૌકોઈ નિરોગી બનીએ તેવું આહવાન કરતા જીલ્લા પંચાયત પ્રમુખ.

ગોધરા, ભારતની પરંપરાગત ખેત પેદાશો( અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને પંચમહાલ જીલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા જીલ્લા કક્ષાનો અન્ન(મિલેટ્સ) સ્પર્ધાકાર્યક્રમગોધરાજીલ્લાપંચાયતહોલખાતેયોજાયોહતો.

જીલ્લા કક્ષાના અન્ન (મિલેટ્સ) સ્પર્ધા કાર્યક્રમમાં જીલ્લાના સેજા અને ઘટક કક્ષાએ મિલેટ્સમાંથી બનતી સ્પર્ધામાં વિજેતા કુલ 48 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં કાલોલ ઘટકમાંથી આવતા ભાવનાબેન પરમારે જુવાર,રાગી અને મકાઈના મિશ્ર પાતરાની વાનગીને પ્રથમ ક્રમાંક,શહેરા ઘટકમાંથી આવતા સૈયદ બેનઝીરના મિશ્ર હાંડવાને બીજો ક્રમાંક અને ગોધરા ઘટકમાંથી આવતા પરમાર સુમિત્રાબેનના બાજરી અને જુવારના મુઠીયાને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો.વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને વાસણનો ડબ્બો આપીને પ્રોત્સાહિત કર્યા હતા તથા બાકીના 45 સ્પર્ધકોને પણ વાસણની ડીશ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.વિજેતા સ્પર્ધકો હવે પછીની વડોદરા ખાતે યોજાનારા ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આંગણવાડી કાર્યકરો દ્વારા અન્ન (મિલેટ્સ)માંથી બનાવેલી અલગ-અલગ વાનગીઓ જેવી કે નાગલી- જુવારના મુઠીયા, કોદરીની ખીચડી, મિક્ષ મિલેટ્સ રોલ્સ, મિલેટ્સ હાંડવો, નાગલીની બરફી, શીરો, મિલેટ્સ રાજસ્થાની ખીચડી, બિસ્કિટ વગેરે જીલ્લા કક્ષાએ યોજાયેલ મિલેટ્સ સ્પર્ધામાં મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, અન્ન એટલે મિલેટ ધાન્ય પાકોના વધુમાં વધુ ઉપયોગ માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યા છે.પોતાના દેશી ખોરાક તરફ વળીને ફાસ્ટ ફૂડનો ત્યાગ કરીએ તથા સ્વદેશી અપનાવીને આપણી સંસ્કૃતિનું જતન કરીએ.આપણી પેઢીને પરંપરાગત અન્ન તરફ વાળીને સૌ નિરોગી બનીએ તેવું આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,આઈ.સી.ડી.એસ પોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી, જીલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ,જીલ્લા આરોગ્ય અધિકારી ચૌધરી,સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મણીબેન,પૂર્વ જીલ્લા પંચાયતના પ્રમુખ,જીલ્લા અગ્રણી રશ્મિકાબેન પટેલ,મુખ્ય સેવિકાઓ સહિત આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.