- પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ૦૭/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૧ સુધી દરરોજ રાત્રીના ૮ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફયુ અલમમાં મુકવામાં આવ્યો છે.
- ૧૦/૦૪/૨૧ થી લગ્ન / સત્કાર સમારંભ બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યકિતઓ એકઠા કરી શકાશે નહિ. આ દરમ્યાન કોવિડ-૧૯ સંબંધિત અને માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.
- કરફયુના સમય કલાકો દરમ્યાન પંંચમહાલના ગોધરા શહેરમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ.
- ૭ એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- કોઈપણ સંજોગોમાં ૫૦ થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહિ. આ સંજોગો દરમ્યાન કોવિડ-૧૯ સંબંધિત અન્ય કોવિડ-૧૯ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.
- મોરવા(હ) વિધાનસભા પેટા ચુંટણીના મત વિસ્તારમાં ચુંટણી દરમ્યાન ચુંટણી પંચની માર્ગદર્શક સુચનાઓની ચુસ્ત પાલન કરવાનું રહેશે.
- તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી તમામ સરકારી કચેરીમાં તમામ શનિ-રવિ બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે.
ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં કોરોના સંક્રમણના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ૨૦ શહેરોમાં કરફયુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા શહેર કરફયુ જાહેર કરવામાં આવ્યું છે. ગોધરા શહેરમાં રાત્રીના ૮ વાગ્યાના સમય થતાં કોરોના ગાઈડ લાઈન મુજબ કરફયુનું અમલવારી કરવાની શરૂ આત કરી છે. પોલીસ દ્વારા લોકોને ૮ વાગ્યા પછી ધરો માંથી બહાર નહિ નિકળવા માટે અને પોલીસ તંત્રને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર અજગરી ભરડો લીધો છે અને કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ બીજા સ્ટેનના કોરોના સંક્રમણમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતાં ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા ગતરોજ રાજ્ય સરકારને કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે અસરકારક પગલાં ભરવા માટે સુચન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને ધટાડવા માટે સરકારના પ્રયાસોને લોકોનો સહયોગ મળ્યો. જેમાં વિકેન્ડ માં લોકડાઉન જેમાં વિકેન્ડમાં લોકડાઉન કરવાનું સુચન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા હાઈ કમિશ્ન મીટીંગ યોજી હતી અને ગુજરાત રાજ્યના ૨૦ શહેરોમાં તા.૭/૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુધી રાત્રીના ૮ થી સવારના ૬ કલાક સુધી કરફયુ જાહેર કરવામાં આવ્યો છે. આજ ૭ એપ્રિલના રોજ રાત્રીના ૮ વાગ્યાના સમય થી પોલીસ તંત્ર દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કરફયુની અમલવારી કરાવવાની શરૂ આત કરી છે. ૮ વાગ્યાના સમયે જાહેરના વિવિધ વિસ્તારોમાં ધંધા રોજગાર બંધ કરવામાં આવ્યા હતા. સાથે લોકોને કોરોનાકાળમાં સરકાર દ્વારા લગાડવામાં આવેલ કરફયુની અમલવારી કરી પોલીસ વિભાગને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ત્યારે ગોધરા શહેરના વેપારીઓ અને ધંધાદારીઓ દ્વારા પણ ૮ વાગ્યાના સમય સુધી ધંધા રોજગાર બંધ કરીને કરફયુની અમલવારી કરવામાં પોલીસને સહયોગ કર્યો હતો.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કોવિડ-૧૯ની હાલની ગંભીર પરીસ્થિતીને ધ્યાને લેતાં નામદાર હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને અસરકારક પગલાં લેવાના સુચનો કરતાં ગુજરાત સરકાર દ્વારા ૨૦ શહેરોમાં ૭ એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી રાત્રીના ૮ કલાક થી સવારના ૬ કલાક સુધી રાત્રી કરફયુ અમલમાં મૂકી સુચનાનાી અમલવારી કરવાના સુચન મળેલ હોય ત્યારે પંચમહાલ જીલ્લા ઈન્ચા.અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.વી.રાજપુત દ્વારા અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ-૩૪ હેઠળ મળેલ અધિકાની એ સમગ્ર પંચમહાલ જીલ્લા અમલવારી કરાવવા હુકમ કરવામાં આવ્યો છે.