ગોધરા, ગોધરા તાલુકાના ર્ડા. મુવાડા થી મહેલોલ સુધી માર્ગ ઉપરથી પી.એન.સી. કંપનીના ભારદારી વાહન પસાર થતાં રસ્તાની હાલત ખખડધજ બની જતાં આ માર્ગો ઉપર આવેલા ગામોના વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગોધરા તાલુકાના ર્ડા. મુવાડાથી મહેલોલને જોડતા ડામર રોડ ઉપરથી પી.એન.સી. કંપની દ્વારા બનાવાઈ રહેલા નેશનલ કોરીડોની કામગીરી માટેના માલસામાનના ભારદારી વાહનોના વહનને લઈને રસ્તો ખખડધજ બન્યો છે. ભારે વાહનોની અવરજવરને લઈ રસ્તો બિસ્માર થતાં આ માર્ગ ઉપર આવેલ ગામોના દ્વિચક્રી વાહન ચાલકો અને કાર ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે પી.એન.સી.કં5ની દ્વારા ભારે વાહનોના વહનને લઈ ખખડધજ માર્ગને ધારાધોરણ મુજબ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે.