હાલોલના ધોળીકુઈ ગામે દેવ કેમ્પ માંથી ચોરી કરેલ ઈલેકટ્રીક મોટર વેચી ગુન્હો કરનાર પાંચ ઈસમોને ઝડપ્યા

હાલોલ, હાલોલ તાલુકાના ધોળી કુઈ ગામે દેવ કેમ્પના પાછળના ભાગે પાણી કાઢવા માટે મુકેલ ઈલેકટ્રીક મોટરની આરોપી ચોરી કરી વેચાણ કરી ગુન્હો કરતાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ધોળીકુઇ ગામે દેવ કેમ્પના પાછળના ભાગે આવેલ કાંસ માંથી પાણી કાઢવા માટે ઈલેકટ્રીક મોટર મુકવામાં આવી હતી. તે ઈલેકટ્રીક મોટર કિંમત 15,000/-રૂપીયા ચોરી થયેલ હતી. આ મોટર ચાર આરોપી ઈસમો રિયાજ સિદ્દીક રસુલભાઈ, જયદ્રથ મુકેશભાઈ પરમાર, અક્ષર કિરણભાઈ પરમાર, યોગેશ રાજેશભાઈ ચૌહાણ, નરેશ અર્જુનભાઈ રાઠોડ એ ચોરી કરી વેચી નાખીને ગુન્હો કરતાં પાંંચ ઈસમોની હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.