વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે ધોળી ફળીયા ખાતે રહેતા સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલક દુકાન ઉપર હાજર હતા. ત્યારે આરોપીનો છોકરો દુકાન ઉપર આવી દુકાનના ઓપરેટર ફિંગર મશીન ઉપર અંગુઠો મૂકાવી અનાજ આવતુંં હોય તે આપવા જણાવેલ ત્યારે મારા પિતાએ 50 કિલો ચોખા અને 10 કિલો મોરસ મંગાવી છે. ત્યારે વધારે અનાજ નહિ મળે તેમ કહે આરોપી દુકાનદાર ઉપર આવી ગાળો આપી પાસામાં ફીટ કરાવી દેવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા દિલીપકુમાર મોરલીધર જસવાણીની સરકારી દવાખાના પાછળ સરકારી સસ્તા અનાજની દુકાન આવેલ છે. 18 જુલાઈના રોજ આરોપી ઈમરાન યાકુબ પાંડવાનો નાનો છોકરો સસ્તા અનાજની દુકાન ઉપર આવ્યો હતો. જેથી દુકાનના ઓપરેટર ઈમરાન ઈબ્રાહિમ અલીયાએ સહેજાદને ફિંગર મશીન ઉપર અંગુઠો મુકાવી તેના હિસ્સામાં જે અનાજ આવતું હોય તે આપવા જણાવેલ જેથી સહેજાદ એ જણાવ્યું કે, મારા પિતાએ 50 કિલો ચોખા અને 10 કિલો મોરસ મંગાવેલ છે. જેથી સહેજાદને તમારા હિસ્સાનું અનાજ મળશે, વધારે મળશે નહિ. તેમ કહેતા ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેના પિતા ઈમરાન યાકુબ પાંડવાનો અમારી સરકારી દુકાને આવીને દિલીપકુમાર જસવાણીને તેમજ ઓપરેટરને માં-બેનની ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પાસામાં ફીટ કરાવી દઈશ તેમ કહીને દુકાન ઉપરથી ઈમરાન પાંડવા જતો રહ્યો હતો. આ વખતે વેજલપુર પોલીસ મથકે દિલીપકુમાર જશવાણી દ્વારા ઈમરાન પાંંડવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.