- ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી સારવાર હેઠળ
- અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલનો પરિવાર ગાયબ
- અકસ્માત સર્જનાર તથ્ય પટેલના ઘરે જોવા મળ્યા તાળાં
- હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં પોલીસ કરશે ધરપકડ
- પોલીસ નજર હેઠળ ચાલી રહી છે તથ્યની સારવાર
અમદાવાદમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું છે. આ તરફ અકસ્માતની ઘટના બાદ હવે આરોપી તથ્ય પટેલનો પરિવાર ગાયબ થઈ ગયો છે. આ સાથે પોલીસ દ્વારા પણ હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાની સાથે જ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવાની કવાયત શરૂ કરાઇ છે .
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ હતી. આ તરફ કારચાલકને સ્થળ પર હાજર લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ હાલ આરોપી તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ હવે અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલનો પરિવાર ગાયબ થઈ ગયો છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલના ઘરે તાળાં જોવા મળ્યા છે.
અમદાવાદમાં અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ મામલે આરોપી તથ્ય પટેલ સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, ગઇકાલે રાત્રે અકસ્માત બાદ ઘટના સ્થળ પર આરોપીને લોકોએ માર્યો હતો. જેને લઈ હાલ તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ સિમ્સ હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે તથ્ય પટેલની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સાથે જ તથ્ય પટેલની ધરપકડ થશે. નોંધનીય છે કે, હાલ તથ્ય પટેલની પોલીસ નજર હેઠળ સારવાર ચાલી રહી છે.