અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી બની માતા, ઈશિતા દત્તાએ આપ્યો દીકરાને જન્મ

ફિલ્મ ‘દ્રશ્યમ’માં અજય દેવગનની દીકરીનો રોલ કરનાર અભિનેત્રી ઈશિતા દત્તા માતા બની છે. ઈશિતાએ પુત્રને જન્મ આપ્યો છે. ઈશિતાના પતિ અને અભિનેતા વત્સલ શેઠ અને તેના પરિવારના સભ્યો આ ખુશખબરથી ખૂબ જ ખુશ છે. ઈશિતા પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં પણ કામ કરતી હતી અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. તે ઘણીવાર બેબી બમ્પ ફ્લોન્ટ કરતાં ફોટો પણ શેર કરતી હતી.

મીડિયા રીપોર્ટ અનુસાર ઈશિતા દત્તાએ એક પુત્રને જન્મ આપ્યો છે. બાળકના આગમનથી તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. ઈશિતાને 48 કલાક સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જો કે આ અંગે હજુ સુધી ઈશિતા કે વત્સલ તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

ઇશિતા દત્તા સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી. ઈશિતા દત્તાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. અભિનેત્રી લગ્નના 6 વર્ષ પછી માતા બની છે. ઈશિતા અને વત્સલ શેઠે મુંબઈના જુહુ સ્થિત ઈસ્કોન મંદિરમાં ગુપચુપ લગ્ન કર્યા હતા. આ બંને સ્ટાર્સ ટીવી શોના સેટ પર મળ્યા હતા. શૂટિંગ દરમિયાન જ તેઓ એકબીજાની નજીક આવ્યા અને પછી લગ્ન કરી લીધા.