રાજ કુન્દ્રા હવે એક્ટિંગમાં કરશે ડેબ્યુ!:પોતાની જ બાયોપિકમાં કરશે લીડ રોલ,

શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા હવે એક્ટિંગમાં હાથ જમાવવા જઈ રહ્યો છે. રાજ ટૂંક સમયમાં એક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે જે તેમની પોતાની બાયોપિક હશે. સૂત્રોનો દાવો છે કે આ ફિલ્મ રાજના મુંબઈની આર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસો અને તેના અનુભવો પર આધારિત હશે. હકીકતમાં 2021માં રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ 2 મહિના સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રહ્યાં હતા.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક સૂત્રએ ખુલાસો કર્યો, ‘ફિલ્મ તે તમામ બાબતો વિશે વિગતવાર જણાવશે જે રાજ કુન્દ્રા સાથે સંબંધિત છે. તેમાં રાજે મુંબઈની આર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસોને આવરી લેવામાં આવશે. ડિરેક્ટરનું નામ અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ કુન્દ્રા પ્રોડક્શનથી લઈને સ્ક્રિપ્ટ સુધીના તમામ પાસાઓ પર કામ કરશે. જેમાં રાજ કુન્દ્રાની આખી સફર બતાવવામાં આવશે.’

સ્ત્રોતે વધુમાં ઉમેર્યું, ‘આરોપોના પ્રથમ રિપોર્ટથી લઈને મીડિયા રિપોર્ટિંગ સુધી, રાજના જેલમાં રહેલા દિવસોથી લઈને જામીન સુધી… ફિલ્મમાં તમામ ઘટનાઓને આવરી લેશે. આ રાજ અને તેના પરિવારના આજુબાજુ વરણાયેલી હશે જેને લોકો સુધી લઈ જવામાં આવશે.’

રાજ કુન્દ્રાની ગયા વર્ષે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ મામલામાં રાજનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે કેટલીક મોડલ્સ અને સંઘર્ષ કરતી અભિનેત્રીઓએ આરોપ લગાવ્યો કે તેમને પોર્ન ફિલ્મોમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે.

તપાસ કરતી વખતે પોલીસે રાજને તેમના ઠેકાણાઓ પર દરોડા પાડીને ધરપકડ કરી હતી. આ કેસમાં તેને 2 મહિનાની જેલ થઈ હતી. લાંબી કોર્ટ કાર્યવાહીના કારણે રાજને સપ્ટેમ્બર 2021માં મુંબઈ સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે રાજને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યો નથી, પરંતુ રાજનું કહેવું છે કે તેને આ કેસમાંથી નિર્દોષ છોડી દેવો જોઈએ.