મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના ખાબડા ગામે રહેતી મહિલા પોતાના ધાબા ઉપર સુવા ગયા હતા. ત્યારે આરોપી મહિલાની ગેલેરીમાં આવી ગયો હતો અને મહિલાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરીને નાશી છુટેલ હોય આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરવા(હ) તાલુકાના ખાબડા ગામે રહેતી મહિલાના પતિ મરણ પ્રસંગમાં બહાર ગયા હતા. ત્યારે રાત્રીના સમયે ધાબા ઉપર સુવા માટે ગયેલ હતા. ત્યારે ધાબા ઉપર કુટુંબી દિયર આરોપી શૈલેષભાઈ રમણભાઈ પટેલ ઉભો હતો. તેણે મહિલાને પકડી પાડી હતી. મહિલાઓ છોડાવવા બુમો પાડી પ્રતિકાર કરતાં આરોપીએ મહિલાને ઝાપટ મારી નીચે પાડી દીધી હતી અને મહિલાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરીને ગુનો કરી નાશી છુટતા આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.