કાલોલ, રાજયના વિકાસ કમિશનરે પંચમહાલ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી નિયમિત હાજર રહે છે કે કેમ તેની તપાસ કરવા હુકમ કર્યા હતા. જેથી કાલોલ તાલુકા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં વિવિધ 9 ટીમો બનાવીને કાલોલ તાલુકાની 70 ગ્રામ પંચાયતોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. પણ તપાસમાં તમામ ગ્રામ પંચાયતના તલાટીઓ હાજર મળી આવ્યા હતા. પણ કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટીઓની બદલી થયેલ હોવાથી તલાટીના ફેરણી કાર્યક્રમમાં બોર્ડ અઘ્યતન કરવામાં આવ્યા ન હતા. તેઓને તાત્કાલિક ધોરણપે બોર્ડ અઘ્યતન કરીને મોબાઈલ નંબર દર્શાવવા સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ ગ્રામ પંચાયતનુ તમામ રેકર્ડ ગ્રામ પંચાયત કચેરી ખાતે નિભાવવા તાકિદ કરવામાં આવી હતી. જયારે અમુક ગ્રામ પંચાયત કચેરીમાં તથા તેની આસપાસ સ્વચ્છતાંનો અભાવ જોવા મળ્યો હતો. જેથી સ્વચ્છતાં રાખવા તથા હવે પછી ટીમની આકસ્મિક તપાસ દરમિયાન તલાટી કસુરવાર જણાશે તો તેની સામે નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ કાલોલ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ.