સમગ્ર દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 હજાર 469 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31,13,354 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 297 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ મહારાષ્ટ્રમાં 34256 લોકો સાજા થયા છે. અત્યાર સુધી વાયરસથી 25,83,331 લોકો રિકવર થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 56,330 લોકોના જીવ લીધા છે.
મહારાષ્ટ્રમાં સોમવારે 47 હજાર 288 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને 155 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રવિવારે રાજ્યમાં સંક્રમણના 57074 નવા કેસ સામે આવ્યા હતા. જે કોઈ એક દિવસમાં રાજ્યમાં સર્વાધિક સંખ્યા હતી.
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 10 હજાર 30 નવા કેસ સામે આવ્યા હતા. નવા કેસ સામે આવ્યા બાદ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4 લાખ 72 હજાર 332 થઈ ગયા છે. સારવાર બાદ એક દિવસમાં હોસ્પિટલમાંથી 7019 લોકોને રજા આપવામાં આવી છે. તો 31 દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈમાં વાયરસને કારણે અત્યાર સુધી કુલ 11 હજાર 828 લોકોના મૃત્યુ થયા છે.