ખાનપુર, ખાનપુર તાલુકા આદિવાસી સમાજ દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી વસ્તી ધરાવતા સરહદી વિસ્તારોને જોડીને ભીલપ્રદેશ રાજ્ય બનાવવા માંગણી કરવામાં આવી છે. આઝાદી પૂર્વે પશ્ર્ચિમી ભારતના ભીલ વસતી ધરાવતા વિસ્તારને ભીલ ક્ધટ્રીના નામે અલગ કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ આ પ્રદેશને ચાર રાજ્યોમાં વહેંચી નાખવામાં આવ્યો છે. આ વિસ્તારોને ભેગા કરી અલગ ભીલપ્રદેશ રાજ્ય બનાવવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાના લગભગ 200 જેટલા તાલુકાઓમાં મહામહિમ રાષ્ટ્રપતિના નામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ સાથે ખાનપુર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા મામલતદાર કચેરી,ખાનપુર(બાકોર) કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી. આ ચાર રાજ્યોમાં વહેંચી નાંખી અલગ કરેલા વિસ્તારને ફરીથી એક કરી ભીલપ્રદેશ રાજ્યની માગણી કરાઈ હતી. મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.