- બાતમી ને આધારે આઇ.ટી.આઇ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
ઝાલોદ , ઝાલોદ પોલીસ 18-07-2023 ના રોજ આઈ.ટી.આઇ. બાયપાસ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન પી.એસ.આઇ જી.બી.રાઠવાને ઘરફોડ આરોપી ત્યાથી નિકળનાર છે. તેવી બાતમી મળેલ હતી તેથી પી.એસ.આઇ રાઠવા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કાર્યવાહી કડક હાથે લીધી હતી. તે દરમ્યાન ઘરફોડ ચોરીનો આરોપી જેમાલભાઇ દિતાભાઈ વહોનીયા,રહે. પલાસડોર કુડીયા ફળીયુ, તા.થાંદલા, જી.ઝાબુઆ (મધ્યપ્રદેશ) આઇ.ટી.આઇ પાસે ઝડપી પાડી સફળતા મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.