મોરવા(હ)ના વાડોદર ગામના ફરિયાદીને વંદેલી ગામના ઈસમો તેના ભાઈ છોકરી ભગાડી જવાના મામલે ઝાડ સાથે બાંંધી મારમારતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદની તજવીજ

મોરવા(હ), મોરવા(હ) તાલુકાાના વાડોદર ગામે રહેતા ફરિયાદીના ભાઈ 7 દિવસ પહેલા કયાંક ધરમાં કહ્યા વગર ચાલ્યો ગયેલ હોય અને બીજા નંબરનો ભાઈ મેથાણ ગામ જવા નિકળેલ ત્યારે વંદેલી ગામે આરોપીએ રોકીને મારમારી બાઈકની લુંટ કરી હતી. તારા ભાભઈ અમારી છોકરી ભગાડી ગયો છે. પાછી શોધી આપો તેમ કહ્યું હતું. 17 જુલાઈના રોજ આરોપી ઈસમો દ્વારા ફરિયાદીના ધરની તોડફોડ કરી મને ધરેથી પકડી દોરડા વડે બાંધી ઝાડ સાથે બાંધીને મારમારવાના કિસ્સાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે કાર્યવાહી શરૂ કરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના વડોદરા ગામે રહેતા રમેશ વિરપતસિંહ રાઠોડના પિતા ત્રણ મહિના ગુજરી ગયેલ હોય 3 ભાઈઓ સાથે રહેતા હોય નાનો ભાઈ દેવેન્દ્ર ધરના સભ્યોને કહ્યા વગર ધરથી કયાંક ચાલ્યો ગયેલ હતો. બીજા નંબરનો ભાઈ રૂબીન રાઠોડ બાઈક લઈને ચાર દિવસ પહેલા મેથાણ ગામે જવા નિકળ્યો હતો. ત્યારે આરોપી ઈસમો પકડીને મારમારી બાઈક લુંટી લીધી હતી અને તારો ભાઈ અમારી છોકરીને ભગાડી લઈ ગયો છે. તે પછી શોધી આપો તેમ કહીને માર માર્યો હતો. 17 જુલાઈના રોજ આરોપીઓ સરતનભાઈ ભયજીભાઈ બારીયા, રાહુલ સરતનભાઇ બારીયા, બુધરભાઈ કાળુભાઈ બારીયા, ભયાતભાઈ કાળુભાઈ બારીયા, ભુપેન્દ્રસિંહ અમરસિંહ બારીયા, ફતેસિંહ નરસિંહ બારીયા, મહેન્દ્રભાઈ બાધરભાઈ બારીયા, ચેતનભાઈ છત્રસિંહ બારીયા, વજેસિંહ રણછોડસિંહ બારીયા, ભીમસિંહ બારીયા, સંજયભાઈ સોમાભાઈ બારીયા, શૈલેષભાઈ સોમાભાઈ બારીયા, વિનોદભાઈ બારીયા, સાયબાભાઈ ભયજીભાઈ બારીયા, મધુબેન સરતનભાઈ બારીયા, રીન્કુબેન રાહુલભાઇ બારીયા 10 વાગ્યાના સમયે ધરે આવ્યા હતા. ધરમાં તોડફોડ કરી ધરનો સામાન ધરની બહાર ફેંકી દઈ ઈંટો મારી ભારે નુકશાન કરી અને રમેશ વિપરતસિંહ રાઠોડ ફરિયાદીને ધરેથી મારમારી પકડીને દોરડા વડે મારમારતાં ભાથીજી મંદિર પાસે બાવળીયાના ઝાડ સાથે બાંધીને ઢોર મારવામાં આવ્યો હતો. બેભાન અવસ્થામાં લોકો મોરવા(હ) પોલીસ મથકમાં કોઈ વાંક વગર જામીન લેવડાયેલ હતા. અને મને છોડી મૂકતા 108 બોલાવીને મોરવા(હ) સારવાર કેન્દ્રમાં સારવાર કરાઈ હતી. આરોપી ઈસમો માથાભારે હોય આવનાર દિવસોમાંં હુમલો કરે તેઓ ડર સાથે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચતા ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. આરોપી ઈસમો દ્વારા દોરડા વડે બાંધી મારમારતો વિડીયો સોશ્યલ મીડીયામાંં વાયરલ થયો છે. ત્યારે ફરિયાદીને પોલીસનું રક્ષણ મળે તે માટે ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે.