ગોધરા અને કાલોલમાં ધોધમાર : બે કલાક માં 3 ઇંચ વરસાદ ખાબક્યો.

  • ગોધરા 2.5 ઇંચ,કાલોલ 3 ઇંચ,હાલોલ 1 ઇંચ અને ઘોઘંબા 1 ઇંચ.
  • ગોધરા અને કાલોલમાં નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયાં.
  • કાલોલ નગર પાલિકા પણ પાણી ભરાયાં.

કાલોલ માં ધોધમાર વરસાદ માત્ર બે જ કલાક માં 3 ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદ ને પગલે કાલોલ ના તમામ વિસ્તારોમાં પાણી જ પાણી તમામ માર્ગો પર ઘૂંટણ સમાં તો ક્યાંક કમ્મર સમાં પાણી ભરાયા સૌથી વિકટ સ્થિતી કાલોલ ના લાલ દરવાજા વિસ્તાર ની જોવા મળી લાલ દરવાજા વિસ્તારમાં કાલોલ ની મોટાભાગ ની હોસ્પિટલો માં પાણી ઘૂસ્યા વધુ વરસાદ પડે તો મોટાભાગ ની હોસ્પિટલો માં પાણી અંદર સુધી ભરાઇ જાય તેવી સ્થીતી ભારે વરસાદ માં 108 એમ્બ્યુલન્સ દર્દીઓ ને લાવી રહી છે લાલ દરવાજા વિસ્તાર માં હોસ્પિટલો માં દર્દીઓ સહિત મેડિકલ સ્ટાફ અને રસ્તે રાહદારીઓ તેમજ વાહન ચાલકો ને ભારે હાલાકી કાલોલ માં હાલ વરસાદ નું જોર ઘટ્યું.

ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગોધરા શહેરમાં ધોધમાર વરસાદને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો પર ફરી વળ્યા પાણી ગોધરા શહેરમાં એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો.