કાલોલમાં આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રાખવામાં આવી હતી.કાલોલની તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.કાલોલ તાલુકા પંચાયત ખાતે યોજાયેલ ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા દેખાય હતા.
સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરાને પોલીસ પણ મુખ દર્શક બની જોતી રહી. હાલ યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે શૈફાલી ઉપાધ્યાય અને ઉપપ્રમુખ નારાયણ કાછિયાની વરણી કરવામાં આવી.એક મહિલા કોર્પોરેટર નવા નિમાયેલા પ્રમુખ સામે ઉઠાવીયા અનેક સવાલો,પ્રમુખ નિમાયેલ શૈફાલી ઉપાધ્યાય અપક્ષ માંથી જીતી આવ્યા બાદ ભાજપના મેન્ડેટ પર પ્રમુખ પદ આપતા વિરોધ વંટોળ ઉભા થયા.ભાજપ દ્વારા અપક્ષમાંથી આવેલા મહિલા કોર્પોરેટર ને પ્રમુખ પદ આપવામાં આવતા ભાજપના કોર્પોરેટરઓએ કર્યો વિરોધ.