મુંબઈ: 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેલકમ’ને કોણ ભૂલી શકે?. આજે પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહેવાલ છે કે, આ ફિલ્મનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. અભિનેતા અરશદ વારસીએ આ વાતની પુષ્ટિ કરી છે.
અરશદે કહ્યું કે’ વેલકમ 3 લાર્જર ધેન લાઈફ’ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત અને પરેશ રાવલ પણ જોવા મળશે. અક્ષય કુમારે વેલકમના પહેલા ભાગમાં કામ કર્યું હતું. વેલકમ 2 માં, તેને જ્હોન અબ્રાહમ દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યો હતો. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી.
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં અરશદે કહ્યું, ‘ફિલ્મનો ક્લાઈમેક્સ તમારી કલ્પના બહારનો હશે. આ ફિલ્મ થિયેટરમાં લાર્જર ધેન લાઈફ ફીલ આપશે. ફિલ્મમાં હું, અક્ષય કુમાર, સંજુ અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળીશું. આ સિવાય પણ ઘણા કલાકારો જોવા મળશે.’
અરશદ ઘણા સમયથી મોટા પડદા પર જોવા મળ્યો નથી. કારણ જણાવતાં અરશદે કહ્યું, ‘સિનેમાનો માહોલ બદલાઈ ગયો છે. હવે જે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે તે બધી સુપરહીરો ફિલ્મો છે.
આવી મોટી ફિલ્મોમાં નાના રોલ કરવા મને સમજાતું નથી. આ ફિલ્મોમાં મને ખૂબ પૈસા મળતા હતા.પરંતુ, મારા માટે સંતોષ વધુ મહત્ત્વનો છે.
અરશદને એ પણ પૂછવામાં આવ્યું કે કયા કારણોથી જોલી એલએલબી 2માં તેને રિપ્લેસ કરવામાં આવ્યો. જવાબમાં અરશદ કહે છે, ‘મને લાગે છે કે, મેકર્સ ફિલ્મને મોટી બનાવવા માગતા હતા. શક્ય છે કે, પ્રોડક્શનના લોકોએ કોઈ મોટો સ્ટાર લેવો પડે. જોકે પહેલા ભાગમાં મારું કામ લોકોને પસંદ આવ્યું હતું. તેથી જ હું હવે પાછો આવ્યો છું. લોકો મને અને અક્ષયને સાથે જોવાનો આનંદ માણશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે’.
અરશદે જોલી એલએલબીમાં કામ કર્યું હતું. આ ફિલ્મની સિક્વલ દ્વારા તેને રિપ્લેસ કરવામાં આવ્યો હતો. જોલી એલએલબી 2 માં તેની જગ્યા અક્ષય કુમારે લીધી.જણાવી દઈએ કે, અક્ષય અને અરશદ ‘જોલી એલએલબી 3’ માં સાથે જોવા મળશે.
અરશદ વારસીની તાજેતરમાં મોસ્ટ અવેઇટેડ વેબ સિરીઝ ‘અસુર ‘2 નું સ્ટ્રીમિંગ શરૂ થયું છે. લોકો ઘણા સમયથી આ શોની રાહ જોઈ રહ્યા હતા. પ્રથમ સિઝન 2020માં આવી હતી. આ શોમાં અરશદ ધનંજય રાજપૂત નામના સીબીઆઈ ઓફિસરના પાત્રમાં હતો.