મહેસાણાનો ચીટફંડનો મહાઠગ સુરતથી ઝડપાયો ॥

મહેસાણા, મહેસાણાના સતલાસણામાં બકરા ફાર્મમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચે સાત વર્ષ બાદ વધુ એક મહાઠગને ઝડપ્યો. ઝડપાયેલ આરોપી મિલિંદ ઉર્ફે સુધાકર ગજરે ૨૦૧૧ માં LICIL ગ્રુપ ઓફ આસ્થા ઈન્ટરનેશનલ નામની કંપની ચાલુ કરી સ્કીમો બનાવી જેમાં ગ્રાહકો ને લોભામણી લાલચ આપી કરોડો નું રોકાણ કરાવી કંપની બંધ કરી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આરોપી સાત વર્ષથી નાસતો ફરતો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહેસાણાના સતલાસણાનો ચીટ ફંડના નામે કરોડોની ઠગાઈ કરનાર મહાઠગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. છેલ્લા સાત વર્ષથી પોલીસથી ધરપકડથી બચવા સુરતમાં રહેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીને આધારે સુરતની ઝડપી પાડી સતલાસણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે