ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને નિર્દેશ, રાજ્યમાં 3-4 દિવસનો કર્ફ્યૂ લાદો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 3 હજાર કરતાં પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધો પણ લાવવામાં આવી રહ્યા છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મોટાભાગના ફરવાલાયક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાના સંક્રમણ અને કાબૂમાં કરવા માટે ફરી એક વખત લોકડાઉન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠ દ્વારા સરકારને કહેવામાં આવ્યું છે કે, કોરોનાના વિસ્ફોટ અટકાવવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફયૂ લાદવા અને વિકેન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે.

રિપોર્ટ અનુસાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા કેટલા ગામડાના લોકો લોકડાઉન પણ લાગુ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરાનાની સારવાર લઈને સ્વચ્થતા લોકોનો રિકવરી રેટ પણ ઘટયો છે. ચૂંટણી પહેલાં રિકવરી 97 ટકા કરતાં વધારે હતો પરંતુ હવે રિકવરી રેટ 93.81 ટકા પર પહોંચ્યો છે. આ ઉપરાંત ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં કોરોનાના સંક્રમણને ઝડપથી કાબૂમાં લેવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. આ પત્રમાં વેકસિનેશન બાબતે જણાવવામાં આવ્યું છે કે, હાલમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા વેક્સિન એક જ માત્ર ઉપાય છે. રાજ્યમાં દરેક જગ્યા પર વેક્સીનેશન સેન્ટર ઉભા કરીને વોક ઇન વેક્સીનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઇવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ તથા ખાનગી ડૉક્ટરને વેક્સીન આપવાની મંજૂરી આપવામાં આવે. રાજ્યમાં વેક્સીનેશનને યોગ્ય બનાવવા માટે દરેક જિલ્લામાં કોવિડ ટ્રાન્કફોર્સની રચના કરવામાં આવે. જેથી યોગ્ય રીતે વેક્સીનેશન થઈ શકે.

મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે અને કર્ફયૂના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે એક એવી ચર્ચાઓ ઉઠી હતી કે, ફરી એક વખત લોકડાઉન કરવામાં આવી શકે છે પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધતા સમયે રાજ્યમાં ફરી વખત લોકડાઉન નહીં થાય તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ફરી લોકડાઉન નહીં થવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે હવે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું બાકી રહ્યું