- ઈમરજન્સી સાયરન અને બૂમાબુમ થતાં હોસ્પિટલ માંથી મદદ ન મળી
- લીફટમાં ફસાયેલ લોકો એ મીડીયા કર્મીને ફોન કરી મદદ માંગી
- ફાયર બ્રિગેેડ જવાનો એ લીફટ તોડીને દર્દી સહિત લોકોને સલામત બહાર કાઢયા
ગોધરા,પંચમહાલ જીલ્લાની ગોધરા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલના લીફટમાં સવારે દર્દીને લીફટમાં લઈ જતી વખતે લીફટ બંધ થઈ જતાં સાત વ્યકિતના જીવ જોખમમાં મુકાયા હતા. લીફટમાં દર્દી સાથે હાજર સ્વજનો દ્વાર ઈમરજન્સી સાયરન તેમજ બુમો પાડવા છતાં હોસ્પિટલ સ્ટાફના બહેરા કાને ધ્યાન નહિ આપતાં લીફટમાં ફસાયેલા લોકો એ મીડીયાકર્મીનો સંપર્ક કરી મદદ માંગી હતી. મીડીયા કર્મી દ્વારા ફાયર બ્રીગેડની મદદ માંગતા ફાયર ફાયટરો સિવિલ હોસ્પિટલમાં પહોચી લીફટ ખોલવાના પ્રયાસ કર્યા હતા. લીફટ નહિ ખુલતા ફાયર ફાયટરો એ સાધનો વડે લીડફ તોડીને દર્દી સાથે ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢયા હતા. લીફટમાં ફસાયેલ દર્દીની હાલત ગંભીર બનત ઓકિસજન ઉપર રાખવામાં આવ્યા છે.
ગોધરા સિવિલ હોસ્પિટલની લાપરવાહીના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતાં હોય છે. તેજ રીતે આજ રોજ સવારે ડાયાબીટીસ અને ઈન્ફેકશન થી પિડીત દર્દીને ગોધરા સિવિલમાં સ્વજનો લઈને આવ્યા હતા. દર્દીને સારવાર અર્થે દાખલ કરતાં દર્દીના સ્વજનો દર્દીને લીફટ દ્વારા લઈ જઈ રહ્યા હતા. દરમિયાન લીફટ ખોરકાઈ જવા પામી હતી. લીફટ ખોરકાઈ જતાં દર્દી તેમજ તેમની સાથેના સ્વજનો મળી ૭ જેટલા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. લીફટમાં ફસાયેલા લોકો દ્વારા લીફટમાં રાખેલ ઈમરજન્સી સાયરન વગાડી તેમજ બુમાબુમ કરીને મદદ માંગી હતી. તેમ છતાં સિવિલહોસ્પિટલના સ્ટાફના બહેરા કાનમાં મદદ માંગતા લોકોનો અવાજ સંભળાતો ન હોય જેને લઈ લીફટમાં ફસાયેલા દર્દીના સ્વજનો દ્વારા મીડીયા કર્મીને ફોન કરી સિવિલ હોસ્પિટલની લીફટમાં સફાઈ ગયા હોય અને મદદની માંગણી કરી હતી. મીડીયા કર્મી એ ગંભીરતાને જોતા પાલિકા ફાયર બ્રિગેડને કોલ કરીને સિવિલ હોસ્પિટલની લીફટમાં ૭ વ્યકિત ફસાયા હોવાની જાણ કરી હતી. કોલ મળતા ફાયર ફાયટરો સિવિલમાં દોડી આવીને લીફટને ખોલવાના પ્રયાસ કર્યા હતા. તેમ છતાં લીફટ નહિ ખુલતા સાધનો વડે લીફટને તોડવામાંં આવી હતી અને લીફટમાં ફસાયેલ દર્દી અને સ્વજનોને બહાર કાઢવામાં આવ્યા હતા. લીફટમાં ફસાયેલ દર્દીની હાલત ગંભીર બનતા ફાયર બ્રિગેડના જવાનો એ બીજા માળ ખાતે ઉંચકીને ખસેડયા હતા. દર્દીને ઓકિસજન ઉપર રાખવામાંં આવ્યા છે. સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈ લીફટમાં ફસાયેલા ૭ લોકોના જીવ જોખમમાં મુકતા સિવિલ હોસ્પિટલની કામગીરી ઉપર સવાલો ઉઠવા માંડયા છે. સાથે લીફટમાં ફસાયેલા દર્દીના સ્વજનોમાં સારવાર માટે દર્દી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોય ત્યારે સારવાર સ્થાને જીવ જોખમમાં વધુ મુકાયા તેમાં પણ લીફટમાં ઈમરજન્સી સાયરન તેમજ બુમાબુમ કરવા છતાં હોસ્પિટલ તરફ થી મદદ નહિ મળતા રોષ જોવા મળ્યો હતો.
હોસ્પિટલમાં ખોરકાયેલ લીફટ ગતરોજ મરામત કરાઈ હતી…
ગોધરા સિવિલ હોસ્પિટલમાં લીફટ ખોરકાઈ જવાનો બનાવ સામે આવ્યો છે. દર્દી સહિત સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. તે લીફટનું સમારકામ ગતરોજ કરવામાં આવ્યું હતું. લીફટની મરામત આગળના દિવસે કરવામાં આવી હોય તેમ છતાં લીફટ ખોરકાઈ જવાની ધટના લીફટની મરામત શું કરવામાં આવી હશે. તેની ચાડી ખાય છે.
લીફટ બંધ થઈ જતાં ઈમરજન્સી સાયરન અને બુમો પાડવા જતાં મદદ ન મળી…
સિવિલ હોસ્પિટલમાં ડાયાબીટીસ અને ઈન્ફેકશન થી પિડાતા દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દી સાથે પાંચ સ્વજનો તેમજ અન્ય બે વ્યકિત મળીને સાત વ્યકિત લીફટમાં સવાર હતા. તે સમયે લીફટ ખોરકાઈ હતી. લીફટ બંધ થઈ જતાં લીફટમાં ફસાયેલા લોકો દ્વારા ઈમરજન્સી સાયરન તેમજ બુમાબુમ કરીને હોસ્પિટલ સ્ટાફની મદદ માંગી હતી. તેમ છતાં કોઈ મદદ માટે નહિ આવતાં લીફટમાં ફસાયેલ વ્યકિત પૈકી કોઈએ મીડીયા કર્મીનો સંપર્ક કર્યો હતો અને લીફટમાં ફસાઈ જવાની જાણ કરી હતી. મીડીયા કર્મીએ ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરતાં ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવીને લીફટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.