દાહોદ જીલ્લાના 7 સ્થળોએ પોલીસે રેઈડ કરી 3.55 લાખના વિદેશી દારૂ સાથે 4 ઈસમોની અટકાયત કરી

દાહોદ, દાહોદ જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઈસમો તેમજ વિદેશી દારૂનો વેપલો કરતાં ઈસમો પોલીસે લાલ આંખ કરી દાહોદ જીલ્લામાંથી કુલ 07 સ્થળો પોલીસે પ્રોહી રેડ પાડી કુલ રૂા.3,55,449ના વિદેશી દારૂના જથ્થા સાથે 04 ઈસમોની અટકાયત કરી તેમજ અન્ય ઈસમો પોલીસને ચકમો આપી નાસી ગયાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઈસમો તેમજ વિદેશી દારૂનો ધંધો કરતાં ઈસમો બેફામ બન્યાં છે. ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમ દ્વારા આવા દારૂના અડ્ડાઓ તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો પર કેટલાંક દિવસોથી લાલ આંખ કરી રહી છે ત્યારે બીજી તરફ આ મામલે દાહોદ જીલ્લાની પોલીસે પણ ગંભીરતા દાખવતાં દાહોદ જીલ્લા પોલીસે કુલ 07 સ્થળોથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જેમાં પ્રોહીની પ્રથમ રેડ દાહોદ તાલુકાના અનાસ ગામે પાડવામાં આવી હતી જેમાં દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બામતીના આધારે ગત તા.15મી જુલાઈના રોજ અનાસ ગામે સીમલટોડી ફળિયામાં રહેતો દિનેશભાઈ શંકરભાઈ કથોડાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે દિનેશભાઈની અટકાયત કરી હતી જ્યારે તેની સાથેનો એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે દિનેશભાઈના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની 244 નંગ વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂા.28,882 નો પ્રોહી જથ્થો કબજે પોલીસે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના હિમાલા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.15મી જુલાઈના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે હિમાલા ગામે પરમાર ફળિયામાં રહેતો જગતસીંહ કોયચંદભાઈ પેલીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ જગતસીંહ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાં તલાસી લેતાં મકાનમાંથી 597 નંગ વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂા. 81,750 ના પ્રોહી જથ્થા સાથે ઘરમાંથી એક મોબાઈલ ફોન વિગેરે મળી પોલીસે કુલ રૂા. 86,750નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કતવારા મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ઉપરોક્ત ઈમસ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના રળીયાતી ગામે આવેલ સાંસીવાડમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી જુલાઈના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે રળીયાતી સાંસીવાડમાં રહેતોભરતભાઈ ફકીરાભાઈ સાંસીના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ ભરતભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 161 જેની કુલ કિંમત રૂા.27,860 નો પ્રોહી જથ્થો કબજે કરી પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ચોથો બનાવ દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી જુલાઈના રોજ દાહોદ એ. ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે કસ્બા માળીના ટેકરા ઉપર વોચ ગોઠવી ઉભા હતા ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઓટો રીક્ષા પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ઓટો રીક્ષા પાસે જઈ તેને ઉભો રાખવાનો પોલીસે પ્રયત્ન કરતાં ઓટો રીક્ષા ચાલકે ઉભી રાખી ન હતી જેથી પોલીસે તેનો પીછો કરતાં ઓટો રીક્ષામાં સવાર બે ઈસમો ભાગવા જતાં જેમાં ગાડીમાં સવાર શંકરભાઈ પ્રજાપતિ (રહે. રાણાપુર, મધ્યપ્રદેશ) પોલીસને ચકમો આપી નાસી ગયો હતો જ્યારે તેમાં સવાર અન્ય એક ઈસમ વિનોદભાઈ સુરેશભાઈ સાંસીને પોલીસે ઝડપી પાડી તેના કબજાના ઓટો રીક્ષામાંથી પોલીસે વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 402 જેની કિંમત રૂા. 49,885 ના પ્રોહી જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી પોલીસે કુલ રૂા. 84,885નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પોલીસે દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો પાંચમો બનાવ દાહોદ તાલુકાના રળીયાતી ગામે સાંસીવાડ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી જુલાઈના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે રળીયાતી સાંસીવાડ ખાતે રહેતાં ગીતાબેન રાયસીંગભાઈ સાંસીના રહેણાંક મકાનમાં ઓચિંતો પોલીસે છાપો મારતાં પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 169 જેની કુલ કિંમત રૂા. 25,130 નો પ્રોહી જથ્થો કબજે કરી પોલીસે આ સંબંધે ઉપરોક્ત મહિલા વિરૂધ્ધ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો છઠ્ઠો બનાવ દાહોદ શહેરના રાજ ટાવર પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે રાજ ટાવર પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનો તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઉભો રાખી મોટરસાઈકલ પર ટંગાવેલ થેલાઓની તલાસી લેતાં થેલાઓમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.124 જેની કિંમત રૂા. 36,260 ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી પોલીસે કુલ રૂા. 66,260નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો સાતમો બનાવ દાહોદ તાલુકાના હિમાલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી જુલાઈના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે હિમાલા ગામે પરમાર ફળિયામાં રહેતાં ગોદાવરીબેન મનુભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ પેલીયાના રહેણાંક મકાનમાં ઓચિતો છાપો મારી પોલીસે ગોદાવરીબેનની અટકાયત કરી તેમના રહેણાંક મકાનની તલાસી લેતાં પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 574 જેની કુલ કિંમત રૂા. 74,002ના પ્રોહી જથ્થા સાથે પોલીસે આ સંબંધે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ઉપરોક્ત મહિલા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.