રવિવારે યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિકજામને લઈ યાત્રાળુઓ અટવાયા

ડાકોર, યાત્રાધામ ડાકોરમાં ભકતો રણછોડજીના દર્શન કરવા વાર-તહેવાર તથા રજાના દિવસોમાં મોટા પ્રમાણમાં આવે છે. જેને લઈ ડાકોરમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માટે કોઈ આયોજન જોવા મળ્યુ ન હતુ. જેને લઈ નગરપાલિકા અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ પરેશાન થયા હતા. ચોકકસ વ્યવસ્થા ન હોવાના કારણે પોલીસ પોતાની ફરજ નિભાવીને પણ સમસ્યાનો ઉકેલ લાવી શકી ન હતી.

ડાકોરમમાં રણછોડજી મંદિરમાં મોટા પ્રમાણમાં પ્રસંગો અને વાર-તહેવારો ઉજવવામાં આવે છે. તથા રવિવારે પ્રાઈવેટ અને સરકારી અધિકારીઓને તથા કર્મચારીઓને રજા હોવાના કારણે અને સ્કુલોમાં પણ રજા હોવાના કારણે લોકો ભગવાન શ્રીજીના દર્શને આવે છે. ત્યારે શહેરમાં ટ્રાફિક ટાળવાની વ્યવસ્થા ન હોવાના કારણે એક-એક કિ.મી.સુધી લાઈનમાં પોતાના વાહન અને બાળકો લઈને ઉભુ રહેવુ પડે છે. રસ્તા પરના દુકાનોના મસમોટા દબાણ અને લારી-ગલ્લાઓ પાલિકાની હદમાં પોતાના વસવાટ કરીને બેસી જતા ડાકોરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે.