લીમખેડાના ખીરખાઈ ગામે છકડો પલ્ટી જતા 65 વર્ષિય વૃદ્ધનુ મોત

લીમખેડા, લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રોડ પર પુરપાટ દોડી આવતો પેસેન્જર ભરેલ છકડા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જતા નીચે દબાઈ ગયેલ 65 વર્ષિય વૃદ્ધનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જયારે અન્ય પેસેન્જરોને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડાના ખીરખાઈ ગામે રસ્તા પર એક છકડાનો ચાલક પોતાના કબ્જાનો છકડો ગફલતભરી રીતે હંકારી લઈ આવી સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જતા છકડામાં બેઠેલ લીમખેડાના ચૈડીયા ગામના નીચવાસ ફળિયાના 65 વર્ષિય સુરતાનભાઈ વેસતાભાઈ માવી છકડા નીચે દબાઈ જતા તેઓને છાતીમાં તેમજ શરીરે જીવલેણ ઈજાઓ થતાં તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જયાં સુરતાનભાઈ વેસતાભાઈ માવીનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ અંગે લીમખેડા પોલીસે છકડાના ચાલક વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.