ગોધરા શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ડી.જે.ના તાલે વરઘોડો નિકળ્યો : કોરોનાની ગાઇડ લાઇનના લીલેલીરા

ગોધરા,
પંચમહાલ જીલ્લા સહીત ગોધરા શહેરમાં કોરોના લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેમાં પણ ગોધરા શહેરમાં વધતાં જતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ચિંતા વધારે તેવી છે. આરોગ્ય તંત્ર સંક્રમણ ઘટે તે માટે લોકોને માસ્કનો ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ માટે અપીલ કરી રહ્યું છે. કોરોના મહામારીના બીજા સ્ટેનમાં કોરોના સંક્રમણના કેસ વધી રહયાં છે. તેવામાં ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં કોવિડ-૧૯ના નિયમો નેવે મુકીને ડી.વાય.એસ.પી. ની બદલી થતાં ડીજે ના તાલે ડાન્સ અને ગરબા યોજીને વરઘોડો યોજવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસ તંત્ર સામાન્ય લોકોને માસ્ક પહેરેલ ન હોય તેવા લોકો પાસે દંડ વસુલવામાં મગ્ન થયા છે. સામાન્ય લોકો તેમજ પોલીસ વિભાગ માટે જાણે નિયમો અલગ છે અથવા કોરોના સંક્રમણ માત્ર સામાન્ય લોકોને ઝડટામાં લેતું હોય તેવું દર્શાવવા માગ્તુ હોય તેમ લાગી રહ્યું છે.

પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેર બીજા સ્ટેનના કોરોના સંક્રમણે જાણે અજગરી ભરડો લીધો હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. ગોધરા શહેરમાં કોરોના સ્થિતિ વિક્રાડ નિર્માણ થવા પામી છે. ગોધરા શહરેમાં કોરોના સંક્રમણના વધતા જતાં કેસોને લઇ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે. જીલ્લામાં બીજા સ્ટેનના કોરોના લહેર ગંભીર રીતે અસર કરી રહી છે. બીજી સ્ટેન ના કોરોના સંક્રમણનો ભોગ બનેલ અનેક દર્દીઓ મોત નિપજાવા પામ્યા છે. જેને લઇ લોકો કોરોનાની મહામારીને ગંભીરતાથી લઇને માસ્ક, સોશિયલ ડીસ્ટન્સની અમલવારી કરે તેવા વહીવટી તંત્રના પ્રયાસ છે અને તેના માટે અવાર-નવાર અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગોધરા શહેરમાં કોરોના ગાઇડ લાઇનના સામાન્ય લોકો તેમજ અસામાન્ય જેની ઉપર કોરોના ગાઇડ લાઇનની અમલવારી કરવાની જવાબદારી હોય તેવા લોકો દ્વારા કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓ ગોધરામાં સામે આવ્યો છે. અને સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો છે.

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ડી.વાય.એસ.પી. ની બદલી થયેલ હોય તેમની વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને ડી.જે.ના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ડી.જે.ના તાલે લોકો ગરબા અને ડાન્સ કરતાં જોવા મળ્યા હતા ગરબા અને ડાન્સ કરતાં લોકોમાં અનેક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વગર નાચતા જોવા મળ્યા હતા તે જોતા લાગી રહ્યું હતું કે જાણે સામાન્ય લોકો અને ખાસ લોકો માટે કોવિડ-૧૯ના નિયમોના અલગ-અલગ માપદંડ રાખવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ગોધરા શહેરમાં પોલીસને આત્જ્ઞાન થયું હોય તેવી કોરોના ગાઇડ લાઇનની અમલવારી કરવામાં માર્ગ પર ઉતરી હતી અને બાઇક ચાલકો ફોર વ્હીલ ચાલકો તેમજ રાહદારીઓને માસ્ક ન પહેરેલ હોય તેવા લોકોને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. શું પોલીસ કોર્મીઓ માટે કોવિડ-૧૯ના નિયમો અલગ હોય છે ?

પંચમહાલ જીલ્લામાં મોરવા(હ) વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી ૧૭ એપ્રિલના રોજ યોજાનાર છે.ત્યારે ચૂંટણી પ્રચાર માટે એકઠા કરવામાં આવતાં લોકો માટે કોરોના ગાઇડ લાઇનની અમલવારી કરાય છે કે નહી તેની ચિંતા ન તો વહીવટી તંત્રને છે. કે માત્ર સામાન્ય લોકોને દંડ કરતા પોલીસ તંત્રને આ વાતનું ધ્યાનમાં આવ્યું છે ખ‚ ? આથી બેવડી નિતિને લઇ લોકોમાં કોરોના ગાઇડ લાઇન ની અમલવારી કરાવતી પોલીસ તંત્ર પર પણ અવિશ્ર્વાસનો ભય ઉભો થયો હોય તેવા દ્રશ્યો વાયરલ થયા છે.

ગોધરા શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ડી.વાય.એસ.પી.ની બદલીમાં વિદાય માટે ડી.જે. ના તાલે ગરબા અને ડાન્સ કરતાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલ જોવા મળતું નથી. તેની સામે દર્શક રીતે પોલીસ દેખી રહે છે. ત્યારે બીજી તરફ ગોધરાના એક શિક્ષક સાથે માસ્ક ન પહેરવા માટે પોલીસ દ્વારા બળ પ્યોગ કરવામાં આવ્યો. શિક્ષક દ્વારા પોલીસ વિભાગ હાજર કર્મચારીઓને ચૂંટણી સમયે રાજકીય દબાવમાં કોરોના ગાઇડ લાઇનની અમલવારી કરવામાં ચુક પોલીસ તંત્રએ કરી પરિણામ સ્વ‚પ કોરોનાથી સ્થિતિ કફોડી બની છે. પોલીસ હેડક્વાર્ટસમાં ડી.વાય.એસ.પી. ની વિદાય સમારંભમાં નિકળેલ વરઘોડામાં કોરોના ગાઇડ લાઇનની અમલવારી થતી નથી તેમાં કાર્યવાહી કરવાથી બચતી પોલીસ શિક્ષકને માસ્ક ન પહેરવા માટે દંડવસુલવા માટે બળજબરી કરી પોલીસ વાનમાં ધક્કા મારતો વિડીયો વાયરલ થતાં લોકોમાં પોલીસની બેવડી નિતિ સામે સોશિયલ મીડીયામાં રોષ ઠલવાતો જોવા માળ્યો છે.

મોરવા હડફ ખાતે બીજેપીના કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહેલ ગૃહ મંત્રીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીની ૧૭ એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા મોરવાહડફ ખાતે બીજેપી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા શુક્રવારના રોજ મોરવાહડફ ના બીજેપી ના કાર્યાલયનો ઉદઘાટનમાં હાજરી આપી હતી ત્યારબાદ પ્રદિપસિંહ જાડેજાનો એન્ટીજન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોરવાહડફના કાર્યાલયના ઉદઘાટનમાં બીજેપીના અન્ય કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા હાલ ગૃહમંત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવતા શું અન્ય ભાજપના કાર્યકર્તાઓનો રિપોર્ટ કરવામાં આવ્યો છે…? કે પછી મોરવા હડફ વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઈને તંત્ર કોરોના ટેસ્ટ કરવામાં નિષ્કાળજી દેખાડી રહી છે મોરવાહડફ ના નગરજનોને પણ કોરોના પોઝિટિવ કરાવવામાં મોરવાહડફ બીજેપીના કાર્યકર્તાઓ સુપર સ્પેડર બની સંક્રમણ વધારશે..?