મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા રવિન્દ્ર મહાજનીએ આત્મહત્યા કરી લીધી છે. 77 વર્ષીય રવિન્દ્ર મહાજની તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઈમલિ એક્ટર અભિનેતા ગશ્મીર મહાજાનીના પિતા રવિન્દ્ર લાંબા સમયથી તાલેગાંવ દાભાડે નજીક માવલ તાલુકાના આંબી ગામમાં રહેતા હતા. જ્યારે આસપાસના લોકોને તેમના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ રવિન્દ્ર મહાજની ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
તબિબનું કહેવું છે કે મહાજનીનું મૃત્યુ લગભગ ત્રણ દિવસ પહેલા થયું હશે. જ્યારે ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓએ પોલીસને તેની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો તોડી નાખ્યો, જ્યાં મહાજની મૃત હાલતમાં મળી આવ્યા હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
રવિન્દ્રએ 70 અને 80ના દાયકાની વચ્ચે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક સમય એવો હતો જ્યારે ખર્ચને પહોંચી વળવા માટે તેને ટેક્સી પણ ચલાવવી પડતી હતી. રવિન્દ્રના લુક્સને કારણે તેમને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિનોદ ખન્ના કહેવામાં આવતા હતા. લોકોને રવિન્દ્ર મહાજાનીની ફિલ્મ ‘દેવતા ગ્રામીણ’ ઘણી પસંદ આવી. આ સિવાય મહાજનીએ ‘મુંબઈચા ફોજદાર’, ‘જુંઝ’ અને ‘કલત નકલાત’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. તેમણે વર્ષ 1987-1988 સુધી ઘણી મરાઠી ફિલ્મો પણ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે લગભગ 4.30 વાગ્યે દુર્ગંધ આવતાં પાડોશીઓ એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એપાર્ટમેન્ટનો દરવાજો અંદરથી બંધ હતો. સ્થાનિક લોકોની હાજરીમાં પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને મહાજનીનો મૃતદેહ મળ્યો. પોલીસે જણાવ્યું કે એપાર્ટમેન્ટના માલિકે મૃતકની ઓળખ મહાજની તરીકે કરી છે. પોલીસે દિવંગત અભિનેતાના પરિવારને જાણ કરી અને મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે.