મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ૫૯૦ એકર ધારાવી વિસ્તારના રહેવાસીઓના પુનર્વસન માટે અદાણી જૂથના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હાલમાં ધારાવીમાં ૯,૦૦,૦૦૦ થી વધુ લોકો રહે છે. ગયા વર્ષે નવેમ્બરમાં અદાણી પ્રોપર્ટીઝ દ્વારા સ્કીમ માટેની સ્પર્ધાત્મક બિડ જીતી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ બિડિંગ પ્રક્રિયાના પરિણામને મંજૂરી આપી હતી.
રાજ્યના હાઉસિંગ ડિપાર્ટમેન્ટે શુક્રવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સરકારનું ભાગીદાર બનશે, જેમાં ઓછામાં ઓછા ઇં૩ બિલિયનનું રોકાણ સામેલ છે. આ આદેશ હાઉસિંગ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે અને અન્ય તમામ સરકારી વિભાગોને એક સપ્તાહની અંદર તેમના આદેશો જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પછી મહારાષ્ટ્ર સરકાર એલોટમેન્ટ લેટર જારી કરશે જેથી અદાણી ગ્રુપ ફંડ એકઠું કરી શકે અને પ્રોજેક્ટ શરૂ કરી શકે.
ગયા વર્ષે નવેમ્બરમાં, ગ્રુપ કંપની અદાણી પ્રોપર્ટીઝે રૂ. ૫,૦૬૯ કરોડના રોકાણની ઓફર કરીને ૨૫૯ હેક્ટરમાં ફેલાયેલી ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ માટેનો સોદો કર્યો હતો. મય મુંબઈમાં બ્રાન્ડા-કુર્લા કોમ્પ્લેક્સ પાસેના આ પ્રોજેક્ટમાં રૂ. ૨૦,૦૦૦ કરોડના રિડેવલપમેન્ટની શક્યતા છે. તે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. આ પ્રોજેક્ટનું આયોજન બે દાયકા પહેલા કરવામાં આવ્યું હતું. ૨.૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ૬.૫ લાખ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના પુનર્વસન માટે પ્રોજેક્ટની કુલ સમયમર્યાદા ૭ વર્ષ છે. લગભગ ૯ લાખની વસ્તી છે અને ૧૩,૦૦૦ નાના ઉદ્યોગો છે.
અદાણી કંપનીએ પ્રોજેક્ટ હાથ ધરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવું પડશે. આ સાથે સરકાર દ્વારા રોકાણની વ્યવસ્થિત સમયરેખા પણ નક્કી કરવામાં આવી છે. કંપનીએ ઇમારતોના નિર્માણ દરમિયાન સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ ઘટકોનું યાન રાખવાનું રહેશે. પ્રોજેક્ટ શરૂ કરવા માટે, એસપીવી પાસે રૂ. ૫૦૦ કરોડનું ભંડોળ હશે, જેમાં મહારાષ્ટ્ર સરકાર રૂ. ૧૦૦ કરોડના રોકાણ સાથે ૨૦% હિસ્સો ધરાવે છે, અને કંપનીની સંતુલન જાળવવા માટે રૂ. ૪૦૦ કરોડના રોકાણ સાથે અદાણી પ્રોપર્ટીઝ હશે. શેર હશે.