રાજધાની દિલ્હીમાં જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારમાં ૪ ફુટ સુધી પાણી ભરાયા

  • દિલ્હીમાં યમુનાનું જળસ્તર ઘટીને ૨૦૮.૧૭ મીટર પર આવી ગયું હતું

નવીદિલ્હી, દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીના સ્મારકમાં યમુનાનું પાણી ઘુસી ગયું છ. જેનાથી તેમની લોન અને રસ્તા જળમગ્ન થઈ ગયા છે. વિસ્તારમાં એક નાળાનું બૈકલોના કારણે પાણી સ્મારકના પરિસર સુધી પહોંચી ગયું છે. જ્યાં મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, પીએમ મોદીએ જણાવ્યું છે કે, પુરથી પ્રભાવિત લોકોને બચાવ અને રાહત માટે એનડીઆરએફની કેટલીય ટીમો તૈનાત કરી છે. આગામી ૨૪ કલાકમાં યમુના નદીના જળસ્તરમાં ઘટાડાની આશા છે.

ક્સિાન ઘાટની પાછળના રસ્તા પર ૨થી ૪ ફુટ સુધી પાણી વહેતા દિલ્હી સચિવાલય તરફ નીકળી રહ્યું છે. રસ્તા પરથી ગાડીઓની અવરજવર મુશ્કેલ થઈ રહી છે અને તેની સ્પીડ ધીમી છે. રસ્તાથી થોડે દૂર ગાંધી દર્શન મ્યૂઝિયમ પણ ડુબાયેલું છે. રાજઘાટની બહાર રિંગ રોડના બાજૂમાં બૈરિકેડ કરવામાં આવ્યું છે. રાજઘાટમાં હજુ પણ ૨થી ૧૦ ફુટ સુધી પાણી ભરાયેલા છે. રાજઘાટના બોર્ડ હજુ પણ પાણીમાં ડૂબાયેલા છે. પાણી થોડું ઓછું થયું છે, પણ નજારો ભયાનક છે.

દિલ્હીના યમુના બજારમાં હનુમાન મંદિરનો વિસ્તાર જળમગ્ન થયો છે. દુકાનો અને ઘરમાં ગંદા પાણી ઘુસી ગયા છે. ગંદા પાણીની વચ્ચે કામ કરતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની આવક પર અસર પડી છે. દૂધ વેચતા લોકોનો ધંધો બંધ છે. ૧૯૭૮ બાદ આવું પહેલીવાર થયું છે, જ્યારે દિલ્હીએ આટલું પાણી જોયું હોય, અમુક સંસ્થા છે, જે લોકોની મદદ કરી રહી છે. લોકોમાં નારાજગી છે. ઘરનો સામાન છત પર રાખ્યો છે. લોકો આવી રીતે જિંદગી જીવવા માટે મજબૂર છે. શેરીઓમાં પાણી ભરાયેલા છે.

દિલ્હીના લોક નિર્માણ વિભાગ મંત્રી આતિશીએ કહ્યું કે, હું માનું છું કે, કેનાલની પોતાની ક્ષમતા હોય છે. જો યૂપી અને હરિયાણામાંથી પાણી છોડવામાં આવે તો, ખેતરોમાં પાણી જાય છે. પણ દિલ્હીમાં છોડવામાં આવતું પાણી વસ્તીવાળા વિસ્તારમાં પાણી ઘુસી જાય છે. સવાલ તો એ થાય છે કેમ કે લોકો બેઘર થઈ ગયા છે. આ બધું પાણી હરિયાણાથી આવ્યું છે. દિલ્હીમાં આવેલ પુર રોકી શકાય છે. એનડીઆરએફ લગાવવામાં આટલું મોડુ કેમ કર્યું. જ્યારે પહેલાથી જ માગ કરી હતી. જો સમયસર એક્શન લેવામાં આવી હોત તો સુપ્રીમ કોર્ટ અને આઈટીઓ સુધી પાણી ન પહોંચ્યા હોત.

યમુના નદીનું જળસ્તર વધવાથી નોઈડાના અમુક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એનડીઆરની ટીમે સેક્ટર ૧૩૫ની નજીક અમુક વિસ્તારોમાંથી કેટલાય જાનવરોનું બચાવકાર્ય કર્યું છે.