લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ફરજ બજાવતા એલઆઇયુ મહિલા પોલીસકર્મીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે રડી રડીને પોતાની આપવીતિ લખનૌ પોલીસ કમિશનરને સંભળાવી રહી છે. મહિલાએ એલઆઇયુ નિરીક્ષક જાવેદ અખ્તર પર માનસિક અને શારીરિક અત્યાચારનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, તેને પરેશાન કરવામાં આવી રહી છે. તેણે આ સંબંધમાં સીઓ અવધેશ ચૌધરીને ફરિયાદ કરી, પરંતુ તેમણે લડીને ભગાવી દીધી.
મહિલા પોલીસકર્મીનું કહેવું છે કે, કેટલાક કર્મચારી એવા છે જે પરેશાન કરે છે અને પાછળ પડી ગયા છે. ખાસ કરીને ઇન્સ્પેક્ટર જાવેદ અખ્તર જે હંમેશાં ઊંધી ચત્તી વાતો કરતા રહે છે અને ગંદા ગંદા ટોન્ટ મારતા રહે છે. મહિલા પોલીસકર્મીએ પોલીસ કમિશનરને પોતાની આપવીતી બતાવતા કહ્યું છે કે, તે ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર તૈનાત છે. તેની કોઈ સુનાવણી થતી નથી અને એક-બે વખત તમારી (પોલીસ કમિશનર) પાસે ઉપસ્થિત થવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મને ઉપસ્થિત થવા ન દીધી. મને ખૂબ પરેશાન કરવામાં આવી રહી છે.
મહિલાએ વીડિયોમાં આગળ કહ્યું કે, તે પૂર્વમાં ફિલ્ડનું કામ કરતી હતી, પરંતુ હવે તેને ઓફિસ સાથે અટેચ કરી દેવામાં આવી છે. ઓફિસમાં કામ તો કરી રહી છું, પરંતુ અહીં મને એવું કોઈ કામ આપવામાં આવ્યું નથી. સવારે ૧૦ વાગ્યા સુધી અહીં બેસાડવામાં આવે છે. એટલી પરેશાન કરી દીધી છે કે સરને કોઈ વાત કહેવા જાઉ છું તો સર મારી કોઈ વાત સાંભળતા નથી. પીડિત મહિલા કોન્સ્ટેબલનું કહેવું છે કે, એવામાં તે આખરે કોને પોતાની વાત કહે.
મહિલા વીડિયોમાં રડતા રડતા એમ પણ કહી રહી છે કે તેના દીકરાને કૂતરાએ બચકું ભરી લીધું હતું. દીકરાની તબિયત વધુ બગડી ગઈ હતી. તે જ્યારે પાસે રજા માગવા અરજી લઈને ગઈ તો અરજી ફેંકી દીધી. સાથે જ કહ્યું કે, રજા નહીં આપું, જા જે કરવું હોય તે કરી લે. એવામાં કોન્સ્ટેબલ સ્તરની થઈને શું કરું, કંઈ સમજ પડતી નથી. હું વિચારું છું કે આત્મહત્યા કરી લઉં કેમ કે હું ખૂબ પરેશાન થઈ ગઈ છું. આ અંગે ડીસીપી મધ્ય અર્પણા કૌશિકે કહ્યું કે, લખનૌ પોલીસમાં એલઆઇયુ વિભાગમાં તૈનાત મહિલા પોલીસકર્મીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ઘણા આરોપ લગાવ્યા છે. પ્રકરણને ગંભીરતાથી જોતા તેની તપાસ એડીસીપી મધ્ય મનીષા સિંહને સોંપવામાં આવી છે.